અમદાવાદનું કર્ણાવતી નામકરણથી રૂપાણી આ નેતાની કોપી કરે છે કે માત્ર ચૂંટણી….

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હિંમતપૂર્વક મુગલસરાય, અલાહાબાદ, ફૈઝાબાદ સહિતના અન્ય શહેરોના નામ બદલાવી નાંખ્યા. ત્યારે સવાલ એ છે કે શું યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જેવી હિંમત બતાવી ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરી શકશે. આ સવાલ એટલે ઉઠી રહ્યો છે કેમ કે ભાજપ સરકાર ગુજરાત સહિત કેન્દ્રમાં એક હથ્થું સત્તા ભોગવી રહી છે. તેમ છતાં અમદાવાદનું કર્ણાવતી નામાભિધાન એ ફક્ત ચૂંટણીનો મુદ્દો બની રહે છે. અને નામબદલવાના મુદ્દે હંમેશા રાજકારણ ખેલાતું રહે છે.

ગુજરાત સહિત સમગ્રભારતમાં પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી એકહથ્થુ સત્તા ભોગવતી ભાજપ સરકારના રાજમાં હવે પ્રતિમાઓ અને નામ બદલવાનો સિલસિલો શરૂ થયો છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અનેક શહેરોના નામ બદલી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો સળવળાટ શરૂ થયો છે.

છેલ્લા 2 દાયકાથીગુજરાત એ ભાજપનો મજબૂત ગઢ ગણાય છે. પરંતુ 80ના દાયકામાં ગુજરાતમાં ભાજપ માટે પગ પેસારો કરવાની પણ જગ્યા નહોતી ત્યારે સૌપ્રથમ અમદાવાદની પ્રજાએ કોર્પોરેશનનીસત્તા ભાજપને સોંપી હતી. એ સમયે ભાજપ અને વીએચપી સહિતની સંસ્થાઓએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગણી કરી હતી. પરંતુ રાજ્ય તેમજ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી ભાજપની મનની મનમાં રહી ગઇ. આથી ભાજપે ત્યાર બાદની ચૂંટણીઓમાં એવો વાયદોકર્યો હતો કે જનતા ભાજપને ગુજરાતમાં સત્તા સોંપશે તો ભાજપ અમદાવાદનું નામ કર્ણાવતીકરશે.

વર્તમાન સમયમાં ગુજરાતની મોટા ભાગનીગ્રામપંચાયતોથી લઇને દેશના 22 રાજ્યો સહિત કેન્દ્રમાં ભાજપનો સુરજ મધ્યાહને તપેછે. ત્યારે અમદાવાદનું નામ બદલવાની ભાજપની દાનત સામે સવાલો ઉઠી રહ્યા છે. ભાજપપાસે સંપૂર્ણ બહુમતિ હોવા છતાં શા માટે અમદાવાદનું કર્ણાવતી કરવામાં નથી આવતું. શું ભાજપે ફક્ત સત્તા મેળવવા જ કર્ણાવતી નામકરણ કરવાનો વાયદો કર્યો હતો. મહત્વનો સવાલ એ છે કે શું અમદાવાદનું નામ કર્ણાવતી કરી નાંખવાથી શહેરની ટ્રાફિક. પ્રદૂષણઅને ગંદકીની સમસ્યાઓ ઘટી જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter