GSTV
Home » News » ભૂલથી બાળકે મુરઘી પર સાઈકલ ચડાવી દીધી, 10 રૂપિયાની નોટ લઈ હોસ્પિટલ ગયો અને કહ્યું ‘આને ઠીક કરો’

ભૂલથી બાળકે મુરઘી પર સાઈકલ ચડાવી દીધી, 10 રૂપિયાની નોટ લઈ હોસ્પિટલ ગયો અને કહ્યું ‘આને ઠીક કરો’

ભૂલ તો દરેક વ્યક્તિથી થાય. પણ ભૂલને સુધારવી દરેક વ્યક્તિના હાથની વાત નથી હોતી. મિઝોરમમાં એક નાનકડા બાળકે દુનિયાને એક નવું ઉદાહરણ પૂર્ણ પાડ્યું છે. જેનાથી હસવું કે રડવું તે સ્પષ્ટ નથી કરી શકાતું. વાત કંઈક એવી બની છે કે, નાનકડા બાળકે મુરઘીના બચ્ચા પર સાઈકલ ચડાવી દીધી. બાળકને ખોટું લાગ્યું. તેની પાસે જેટલા પણ પૈસા હતા તે તમામ લઈ તે હોસ્પિટલે પહોંચી ગયો. એક હાથમાં મુરઘીનું બચ્ચુ અને બીજા હાથમાં દસ રૂપિયાની નોટ લઈ તે હોસ્પિટલ દોડીને ગયો.

જે પછી એ બાળકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાળક કેમેરાની સામે જોઈ રહ્યો છે અને તેની આંખોમાં નિર્દોષતા સાથે દુખની લાગણી જોવા મળી રહી છે. સાથે કેટલાક શબ્દો જેને વર્ણવી ન શકાય. કરૂણા, કાતરતા, અપરાધબોધ, તકલીફ. રહસ્યમય ચહેરાનું મિક્સ કોમ્બિનેશન ! એક હાથમાં મુરઘીનું બચ્ચુ અને બીજા હાથમાં 10 રૂપિયાની નોટ. તેણે ભેગા કરેલા કુલ પૈસા હતા. તેની અત્યાર સુધીની જમા પૂંજી

ફેસબુક પર સાંગા સેઝ નામના એક યુઝરે આ બાળકની તસવીર પોસ્ટ કરી છે. આ બાળકની કહાનીને અત્યાર સુધીમાં 65 હજાર લોકો શેર કરી ચૂક્યા છે અને 88 હજાર કરતા વધારે રિએક્શન આવી ચૂક્યા છે.

READ ALSO

Related posts

આઈબ્રો પર છે ડેંડ્રફ તો અપનાવો આ ઉપાયો, થઈ જશે તરત જ દૂર

Mansi Patel

ડિઝાઈનર સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે ઈશા અંબાણી, દિગ્ગજ અભિનેત્રીઓને આપી રહી છે ટક્કર

pratik shah

30 વર્ષથી ચાલતા પ્રશ્નનો સીએમ રૂપાણીએ લાવ્યો અંત, સુરતને આપી દેવ દિવાળીની ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!