GSTV

પેટાચૂંટણીમાં 80 માંથી 20 ઉમેદવારો છે કરોડપતિ, જાણો ક્યાં ઉમેદવાર પાસે છે સૌથી વધુ મિલકત

ભાજપ
  • ભાજપના આઠેય ઉમેદવારો કરોડથી વધુ મિલકત ધરાવે છે
  • કોંગ્રેસના ૮માંથી ૬ ઉમેદવારોની મિલકત રૂ.૧ કરોડથી વધુ
  • કુલ ૫૩ અપક્ષ ઉમેદવારોમાંથી ૬ ઉમેદવાર કરોડપતિ

પેટાચૂંટણીના ઉમેદવારોની નાણાકીય સ્થિતિની વાત કરીએ 80માંથી 20 ઉમેદવારો કરોડપતિ છે. 5 કરોડ કે તેથી વધુ રૂપિયાની મિલકત ધરાવતા હોય તેવા 7 ઉમેદવારો છે. 2 કરોડ થી 5 કરોડ રૂપિયાની મિલકત ધરાવતા 6 ઉમેદવારો છે. 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની મિલકત ધરાવતા 15 ઉમેદવારો છે. તો 10 લાખથી 50 લાખ રૂપિયાની મિલકત ધરાવતા 19 ઉમેદવારો છે. જ્યારે 10 લાખ રૂપિયાથી ઓછી મિલકત ધરાવતા 33 ઉમેદવારો છે. પક્ષ પ્રમાણે જોઈએ તો ભાજપના આઠેય ઉમેદવારો કરોડથી વધુ મિલકત ધરાવે છે. જ્યારે કોંગ્રેસના 8માંથી 6 ઉમેદવારોની મિલકત 1 કરોડથી વધુ છે. જ્યારે કુલ 53 અપક્ષ ઉમેદવારોમાંથી 6 ઉમેદવાર કરોડપતિ છે.

સૌથી વધુ મિલકત ધરાવતા ઉમેદવાર

  • ધારીમાં અપક્ષ ઉમેદવાર પિયુષકુમાર ઠુમર પાસે સૌથી વધુ રૂ.૧૪.૪૧ કરોડની મિલકત
  • મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ પાસે રૂ.૧૦.૯૨ કરોડની મિલકત
  • ગઢડામાં કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી પાસે રૂ.૮.૬૦ કરોડની મિલકત
ગુજરાત

સૌથી ઓછી મિલકત ધરાવતા ઉમેદવાર

  • ગઢડા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ભગીરથ બેરડીયા પાસે રૂ.૧૦,૦૦૦ની મિલકત
  • ગઢડા બેઠક પર અપક્ષ ઉમેદવાર દિનેશ પરમાર પાસે રૂ.૧૦,૦૦૦ની મિલકત
  • ધારી બેઠક પર અપક્ષ ઉમેદવાર પ્રવીણ ગેડિયા પાસે ૨૫,૦૦૦ની મિલકત

૮૦માંથી ૨૦ ઉમેદવારો કરોડપતિ

  • રૂ.૫ કરોડ કે તેથી વધુ રૂપિયાની મિલકત ધરાવતા હોય તેવા ૭ ઉમેદવારો
  • રૂ.૨ કરોડ થી રૂ.૫ કરોડની મિલકત ધરાવતા ૬ ઉમેદવારો
  • રૂ.૫૦ લાખથી રૂ.૨ કરોડ સુધીની મિલકત ધરાવતા ૧૫ ઉમેદવારો
  • રૂ.૧૦ લાખથી રૂ.૫૦ લાખની મિલકત ધરાવતા ૧૯ ઉમેદવારો
  • રૂ.૧૦ લાખથી ઓછી મિલકત ધરાવતા ૩૩ ઉમેદવારો

સૌથી વધુ મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારોની વાત કરીએ તો ધારીમાં અપક્ષ ઉમેદવાર પિયુષકુમાર ઠુમર પાસે સૌથી વધુ 14.41 કરોડ રૂપિયાની મિલકત છે. મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ પાસે 10.92 કરોડની મિલકત છે. જ્યારે ગઢડામાં કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી પાસે 8.60 કરોડ રૂપિયાની મિલકત છે. સૌથી ઓછી મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારની વાત કરીએ તો ગઢડા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ભગીરથ બેરડીયા પાસે 10 હજાર રૂપિયાની જ મિલકત છે. તો ગઢડા બેઠક પર બીજા અપક્ષ ઉમેદવાર દિનેશ પરમાર પાસે પણ 10 હજાર રૂપિયા મિલકત છે. જ્યારે ધારીના પ્રવીણ ગેડિયા 25 હજાર રૂપિયા જેટલી મિલકત છે.

પેટાચૂંટણીમાં ૧૪ ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મે ગુજરાતની પેટાચૂંટણીના 81 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું. જેમાં જણાયું કે કુલ 14 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમાં 7 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. પક્ષ મુજબ જોઈએ તો ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8માંથી 2, બીટીપીના 2, અને અપક્ષ 53માંથી 8 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગંભીર ગુના વિશે જોઈએ તો ભાજપના 2, બીટીપીના 1 અને અપક્ષ 4 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

READ ALSO

Related posts

કોરોનામાં નહીં મળે પોલીસને સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ : સામાન્ય જનતાની જેમ લાઈનોમાં રહેવું પડશે ઉભા, કોરોના વોરિયર્સની હાલત ખરાબ

Bansari

અમર- અકબર, એન્થનીની ત્રિપૂટીમાં અહેમદ પટેલનું આવતું નામ, 28 વર્ષની ઉંમરે અહેમદ પટેલ સાંસદ બન્યા

pratik shah

સગર્ભા મહિલાઓને સાચવજો : આ હોસ્પિટલમાં મળી ચૂકી છે 57 કોરોના પોઝિટીવ સગર્ભા મહિલાઓ, જીવ મૂકશો જોખમમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!