વિશ્વના સૌથી ઝડપી વિકાસ કરનારા ભારતના ટૉપ 10 શહેરોમાં ગુજરાતનું આ શહેર પ્રથમ ક્રમે

2035 સુધી ભારતના 10 શહેર દુનિયાના સૌથી વધુ વિકાસ કરનારા શહેરોમાં સામેલ છે. ઑક્સફોર્ડ ઇકોનૉમિક્સના ડેટામાં આ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. રિસર્ચ અનુસાર આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુરત, વિજયવાડા અને રાજકોટ સામેલ છે. જેમાં સુરત જે ગુજરાતનું એક પ્રખ્યાત હીરાનું વ્યાપાર કેન્દ્ર છે, જેનો વિકાસ 2035માં વિશ્વમાં સૌથી ઝડપી થશે. જેનો વિકાસ દર 9 ટકાથી વધુ રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સમયગાળા સુધી વિશ્વના સૌથી વિકાસ કરનારા શહેરોમાં ટૉપ-10 ભારતીય નામ હશે.

દુનિયાના બધા મોટા શહેરોમાં પછાડી દેશે આ શહેર

આ યાદીમાં સામેલ મોટાભાગના શહેરોનો ઈકોનૉમિક આઉટપુટ વિશ્વના મોટા મહાનગરોની તુલનામાં નાનું રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આ બધા એશિયન શહેરનો જીડીપી વર્ષ 2027માં બધા ઉત્તર અમેરિકન અને યૂરોપિયન શહેરી કેન્દ્રોથી વધુ રહેવાનું અનુમાન છે. વર્ષ 2035 સુધી આ ચીનના શહેરોથી આવનારા સૌથી મોટા યોગદાનની સાથે, 17 ટકા રહેવાની શક્યતા છે.

આ શહેરોની પણ સ્થિતિ સારી રહેશે

ઑક્સફોર્ડ ઇકોનૉમિક્સના રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2035 સુધી મોટા શહેરોની સ્થિતિમાં ફેરફાર થશે. ન્યૂયોર્ક, ટોક્યો, લૉસ એન્જલસ પોતાના સ્થાનોને બચાવી શકશે અને શાંઘાઈ અને બીજિંગ પેરિસ અને શિકાગોને પાછળ છોડી દેશે. તો ચીનના ગ્વાંગઝૂ અને શેનઝેન દુનિયા ટૉપ 10 શહેરોમાં સામેલ થશે. તો જો આફ્રિકા મહાદ્વિપની વાત કરીએ તો આફ્રિકાના સૌથી ઝડપી વિકાસ કરનારા શહેરમાં તંજાનિયા સામેલ થશે. તો આ રિપોર્ટ મુજબ યૂરોપમાં અરમેનિયનનો વિકાસ સારો રહેશે. તેનાથી સારું ઉત્તર અમેરિકાના સેન જોસનો વિકાસ સારો રહેશે.

2035 સુધી ઝડપની સાથે ગ્રોથ કરનારા દુનિયાના 10 શહેર

રેન્ક શહેરનું નામ દેશનું નામ સરેરાશ ગ્રોથ (ટકામાં)
1 સુરત ભારત 9.17
2 આગ્રા ભારત 8.58
3 બેંગલુરૂ ભારત 8.50
4 હૈદ્રાબાદ ભારત 8.47
5 નાગપુર ભારત 8.41
6 ત્રિપુરા ભારત 8.36
7 રાજકોટ ભારત 8.33
8 તિરૂચિરાપલ્લી ભારત 8.29
9 ચેન્નઈ ભારત 8.17
10 વિજયવાડા ભારત 8.16
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter