GSTV
Others Sports Trending

World Championships 2022: HS Prannoyએ બે વખતના ચેમ્પિયન મોમોટાને હરાવ્યું, પ્રિ-ક્વાર્ટરમાં લક્ષ્ય સેન સામે થશે ટક્કર

ભારતના અનુભવી બેડમિંટન સ્ટાર એચ.એસ.પ્રનોયે World Badminton Championshipના બીજા જ રાઉન્ડમાં બે વારના ભૂતપૂર્વ World Championship કેન્ટો મોમોટાને હરાવીને મેજર અપસેટ સર્જયો હતો. પ્રનોયે વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતા જાપાનીઝ ખેલાડી મોમોટા સામે ૨૧-૧, ૨૧-૧૬થી જીત હાંસલ કરી હતી.

હવે World Championship ના ત્રીજા રાઉન્ડ એટલે કે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રનોયની ટક્કર ભારતના જ લક્ષ્ય સેન સામે થશે. નવમો સીડ ધરાવતા લક્ષ્ય સેને સ્પેનના પેનાલ્વેકર સામે ૨૧- ૧૭, ૨૧-૧૦થી જીત હાંસલ કરી હતી.

જોકે ભારતના કિદામ્બી શ્રીકાંતને બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડયો હતો. ગત World Championshipના સિલ્વર મેડાલીસ્ટ શ્રીકાંતને ચીનના ઝાઓએ ૯-૨૧, ૧૭-૨૧થી હરાવ્યો હતો.

READ ALSO

Related posts

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu

વિશ્વના આ પાંચ દેશમાં કોઈ એરપોર્ટ નથી! બીજા દેશમાં કેવી રીતે જાય છે અહીંના લોકો, જાણો

Akib Chhipa
GSTV