GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

કોરોના મહામારીને વચ્ચે BWF નો મોટો નિર્ણય, આ મહિનાથી દિલ્હીમાં બેડમિન્ટનની મેગા ઇવેન્ટ સાથે રમતોનો થશે પ્રારંભ

કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં રમતગમત સ્થગિત છે અને કરોડો રમતપ્રેમીઓ ફરીથી રમતો રમાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થવા માટેની બેડમિન્ટન ઇવેન્ટ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન આઠથી 13મી ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને આ તારીખો જાહેર કરી છે. ફેડરેશને જણાવ્યું હતું કે, વર્લ્ડ ટૂર સુપર 5000 બેડમિન્ટન ટુર્નામેન્ટ અગાઉ માર્ચ મહિનામાં યોજાનારી હતી, પરંતુ કોરોનાને કારણે તે સસ્પેન્ડ થઈ ગઈ હતી હવે આ જ ટુર્નામેન્ટ ડિસેમ્બરમાં યોજાશે.

ખેલાડીઓએ ઈનડોર પ્રેક્ટિસ પણ કરી શરૂ

આ અગાઉ 11થી 16મી ઓગસ્ટે હૈદરાબાદ ઓપન અને 17ખથી 22 નવેમ્બરે સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટ ટુર્નામેન્ટ પણ યોજાશે. જે દરમિયાન ભારતીય ખેલાડીઓએ ઇનડોર કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બેડમિન્ટન એવી 11 રમતોની યાદીમાં સામેલ છે જે માટે બહાર પણ પ્રેક્ટિસ કરી શકાય છે.

ટુર્નામેન્ટ માટે નવી તારીખો જાહેર

આ સિવાય અન્ય આઠ ટુર્નામેન્ટ માટે નવી તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં ન્યૂઝીલેન્ડ સુપર ઓપન (ઓક્ટોબર), ઇન્ડોનેશિયા ઓપન (નવેમ્બર), મલેશિયા ઓપન (નવેમ્બર), થાઇલેન્ડ ઓપન સુપર 500 (ડિસેમ્બર) અને ચીનમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સ (ડિસેમ્બર)નો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!