GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

આનંદો! 1 ઓગસ્ટથી નવી કાર અને બાઇક ખરીદવી પડશે સસ્તી, IRDAIના આ નિર્ણયથી ઘટી જશે ઓનરોડ પ્રાઇસ

કાર

નવી કાર ખરીદવાનો વિચાર હોય તો હમણા થોભી જજો કારણ કે તેનાથી તમારે કારનીઓન રોડ કિંમત ઓછી ચુકવવી પડશે. આવુ ભારતીય ઇન્શ્યોરન્સ વિનિયામક તથા વિકાસ પ્રાધિકરણ (IRDAI)ના એક નિર્ણયના કારણે થશે. IRDAIના નવા નિયમ નુસાર 1 ઓગસ્ટ 2020થી નવી કાર ખરીદતી વખતે હવે લાંબાગાળાની ઇન્શ્યોરન્સ પેકેજ પોલીસી નહી ખરીદવી પડે. ઇન્શ્યોરન્સ કંપનીઓને આ અંગે સૂચિત કરવામાં આવી છે અને તેના કારણે કાર અને ટુવ્હીલર ખરીદવારાઓને હવે ઓનરોડ ઓછી કિંમત ચુકવવી પડશે.

નિયમોમાં થયો આ ફેરફાર

નિયમોમાં ફેરફારને કારણે 1 ઓગસ્ટથી આવું નહીં થાય, હવે કાર ખરીદનારને એક જ સમયે ત્રણ વર્ષ અને ટુ વ્હીલર્સ ખરીદનારને એક સાથે પાંચ વર્ષ માટે વીમો લેવો નહીં પડે. નવા વાહનોની ખરીદી કરતી વખતે, ખરીદનારને લાંબા ગાળા માટે થર્ડ પાર્ટી મોટર વીમો ખરીદવો પડશે. કાર ખરીદતી વખતે, થર્ડ પાર્ટી વીમો ત્રણ વર્ષ માટે ખરીદવો પડશે. એ જ રીતે, જો તમે ટુ-વ્હીલર ખરીદી રહ્યા છો, તો તેના માટે તમારે પાંચ વર્ષ માટે થર્ડ પાર્ટી વીમો લેવો પડશે.

જો વાહનને થનાર નુકસાન માટે પોલીસી ખરીદવાની વાત કરીએ તો તમે એક બંડલ પોલીસી ખરીદી શકો છો. એટલે કે તેમાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ સાથે પોતાને થતા નુકસાનની ચૂકવણી પણ સામેલ છે. તમે ઇચ્છો તો પોતાના વ્હીકલનો ફક્ત ડેમેજ ઇન્શ્યોરન્સ પણ કરાવી શકો છો.

સસ્તા થશે વાહન

ઇન્શ્યોરન્સ પોલીસીમાં બદલાવની સીધી અસર ગાડીઓના ભાવ પર પડશે. નવા નિયમો લાગુ થયા બાદ હવે વાહન ખરીદવા પહેલા કરતાં સસ્તા થઇ જશે. IRDAIનું કહેવુ છે કે લોન્ગ ટર્મ પેકેજ પોલીસીના કારણે નવી ગાડી ખરીદવી લોકો માટે મોંઘી સાબિત થાય છે.

IRDAIએ કર્યુ હતુ ફરજિયાત

જણાવી દઇએ કે IRDAIએ ઓગસ્ટ 2018 થી, IRDAIએ કારની ખરીદી પર ત્રણ વર્ષની મોટર વીમા પોલિસી ફરજિયાત બનાવી દીધી હતી. IRDAIએ સપ્ટેમ્બરમાં ટૂ-વ્હીલર્સ પર પાંચ વર્ષની મોટર વીમા પોલિસી પણ ફરજિયાત બનાવી હતી. આ પછી, જૂન 2020 માં લોન્ગ ટર્મ પેકેજની સમીક્ષા કરવામાં આવી, જેના પછી હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

શું છે થર્ડ પાર્ટી કવર અને ઓન ડેમેજ કવર

અકસ્માત સમયે, મોટર વીમા પોલિસી મુખ્યત્વે બે પ્રકારના કવર આપે છે, પ્રથમ થર્ડ પાર્ટી કવર અને બીજો ઓન ડેમેજ કવર. મોટર વાહન અધિનિયમ હેઠળ, બધા વાહન માલિકોએ થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે. પ્રથમ પક્ષ કારનો માલિક છે. બીજો પક્ષ તે છે જે કાર ચલાવતો હોય છે. ત્રીજો પક્ષ જે અકસ્માત દરમિયાન પીડિત છે.ઓન ડેમેજમાં અકસ્માત દરમિયાન થર્ડ પાર્ટીના કવર સાથે વીમા કરાયેલ વાહન પણ આવરી લેવામાં આવે છે, એટલે કે, અકસ્માત દરમિયાન સામે વાળાના વળતરનો ખર્ચ અને ગાડીને થયેલા નુકસાનની ચુકવણી ઓન ડેમેજ કવરમાં થાય છે.

Read Also

Related posts

PM સ્વનિધિ સ્કીમ માટે 5 લાખ લોકોએ અરજી કરી, તમે પણ કરવા માંગતા હો તો આ છે રીત

Mansi Patel

ફાયદો / કોઈપણ જાતની ઝંઝટ વિના નાના ઉદ્યોગકારોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરવાની રહેશે પ્રોસેસ

Karan

Life Insurance Policy અપાવશે સરળતાથી લોન, પેપરવર્કની ઝંઝટ વિના આ રીતે કરો અપ્લાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!