GSTV
Gujarat Government Advertisement

ખુશખબરી! આ રાજ્યમાં ઘર ખરીદવું બન્યુ એકદમ સરળ, પ્રીમયમ ચાર્જને આ લોકો માટે કરી દેવાયો અડધો

Last Updated on January 7, 2021 by Ankita Trada

કોરોનાકાળમાં દેશના બધા સેક્ટર્સ પ્રભાવિત થયા છે. તેનાથી રિયલ્ટી સેક્ટર પર પણ ખરાબ અસર પડી છે. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને ઊભરવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે. આ કડીમાં મહારાષ્ટ્ર સરકારે હવે રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ડેવલપરને રિયલ એસ્ટેટ પરિયોજનાઓ પર 31 ડિસેમ્બર 2021 સુધી પ્રીમિયમમાં 50 ટકા છુટની પેશકશના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે, નિર્માણ પરિયોજનાઓમાં પણ રિયલ્ટી ડેવલપર 50 ટકા પ્રીમિયમ છૂટનો લાભ લેશે, તેને ગ્રાહકો તરફથી પૂર્ણ સ્ટાંપ શુલ્ક ખુદ ચૂકવણી કરવાની રહેશે.

મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં એક નિવેદનમાં તેની જાણકારી આપતા કહેવામાં આવ્યુ છે કે, મંત્રીમંડળનું આ નિર્ણય દીપક પારેખ સમિતિની રિપોર્ટના આધાર પર લેવામાં આવ્યું છે. આ સમિતિનું ગઠન કોવિડ-19 મહામારી દરમિયાન લાદવામાં આવેલ લોકડાઉન બાદ નિર્માણ ક્ષેત્રને કઠિન પરિસ્થિતિથી ઊભરવા માટે સલાહ આપવા માટે કરવામાં આવ્યું હતુ.

સસ્તા મકાન બનાવવા માટે સોંપી રિપોર્ટ

નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, સમિતિએ નિર્માણ ક્ષેત્રમાં વધુ રોકાણ આકર્ષિત કરવા અન સસ્તા મકાન બનાવવા વિશે પોતાની ભલામણો સોંપી દીધી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે, કોઈ ખાસ કંપની અથવા પરિયોજનાના કેસમાં અપ્રત્યાશિત ફાયદો થવાની સ્થિતિથી બચવા માટે 1 એપ્રિલ 2020ના ભાવ પર તૈયાર પ્રીમિયમ છૂટની ગણનાથી થશે અથવા વર્તમાન તૈયાર ગણના જે પણ વધારે હશે તે આપવામાં આવશે.

વિપક્ષે કરી આલોચના

જોકે, વિધાનસભામાં નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે સરકારે બિલ્ડરોને 50 ટકા પ્રીમિયમ છૂટ આપવાના નિર્ણયની આલોચના કરી છે અને કહ્યું છે કે, તેની સંપત્તિ ખરીદારોને કોઈ ફાયદો થશે નહી, પરંતુ તેનાથી કેટલાક બિલ્ડરોને જ ભારે ફાયદો થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!