GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ સપનાનું ઘર ખરીદવું હવે સપનું જ બની જશે, આવનારા સમયમાં આટલી વધી જશે કિંમત

ઘર

Last Updated on June 11, 2021 by Bansari

રીઅલ એસ્ટેટ ડેવલપર્સની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઇએ જણાવ્યું હતું કે સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારાથી આગામી સમયમાં ઘરના ભાવમાં વધારો થઈ શકે છે. ક્રેડાઇએ જણાવ્યું હતું કે, સિમેન્ટ અને સ્ટીલના ખર્ચને કારણે બાંધકામના ખર્ચમાં 10-20 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિને લીધે, આવાસની કિંમતમાં મધ્યમથી લાંબા ગાળા સુધી વધારો થવાની સંભાવના છે.

ક્રેડાઇના ચેરમેન સતીષ મગરે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોવિડ -19 ની બીજી લહેરને કારણે, એપ્રિલથી મકાનોના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. જોકે, તેમણે અગાઉના ક્વાર્ટરની તુલનામાં એપ્રિલ-જૂન દરમિયાન અપેક્ષિત આવાસોના વેચાણમાં ઘટાડા અંગે કોઈ માહિતી આપી નથી.

ઘર

સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ભારે વધારો

ક્રેડાઇના અધ્યક્ષ હર્ષ વર્ધન પાટોડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં ભારે વધારો થયો છે. તેથી મધ્યમથી લાંબા ગાળાના મકાનોના ભાવોમાં વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે ડેવલપર્સ કિંમતમાં વધારો કરવા મજબૂર  છે, કારણ કે તેઓ બાંધકામના ખર્ચમાં થયેલા વધારાને પોતે વહન કરે તેવી સ્થિતિમાં નથી. એસોસિએશન દ્વારા સિમેન્ટ અને સ્ટીલની કિંમતોને અંકુશમાં લેવા આ વિશે ઘણી વખત સરકારને પત્ર લખ્યો છે. ભારતના કોમ્પિટિશન કમિશનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.

ક્રેડાઇના જણાવ્યા મુજબ, રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના 90 ટકા લોકો માને છે કે કોવિડ -19 ની બીજી લહેર પ્રથમ લહેર કરતા તેમના વ્યવસાય માટે વધુ ‘વિનાશક’ રહી છે. ક્રેડાઇ દ્વારા કરાયેલા સર્વે અનુસાર, એપ્રિલ મહિનાથી નવા આવાસના વેચાણ અને સંગ્રહમાં તીવ્ર ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન થવાને કારણે મોટાભાગના ડેવલપર્સને પ્રોજેક્ટમાં વિલંબ થવાનો ભય છે.

ઘર

આ પડકારોનો ખતરો

ડેવલપર્સ મજૂરની અછત, આર્થિક અવરોધ, મંજૂરીઓમાં વિલંબ, બાંધકામ ખર્ચમાં વૃદ્ધિ અને ગ્રાહકની નબળી માંગ જેવા પડકારોના ખતરાની આશંકા વ્યક્ત કરી છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સંપત્તિ સલાહકાર નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, જાન્યુઆરી-માર્ચ 2021 દરમિયાન ભારત વૈશ્વિક સ્તરે આવાસ મૂલ્ય વૃદ્ધિના મામલે  55 મા ક્રમે છે. આ જ ગાળામાં 32 ટકા ભાવ વધારા સાથે ગલ્ફ દેશ તુર્કી પ્રથમ સ્થાને રહ્યો છે. ભારતમાં, વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરની તુલનામાં આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં મકાનોના ભાવમાં 1.6 ટકાનો ઘટાડો થયો છે.

નાઈટ ફ્રેન્કે તેનું ‘ગ્લોબલ હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ – ક્યૂ 1 2021’ બહાર પાડ્યું. તે વૈશ્વિક સ્તરે 56 દેશો અને પ્રદેશોમાં આવાસીય કિંમતોના ઉતાર-ચઢાવ પર નજર રાખે છે. આ અગાઉ માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારતનો ક્રમ 56 મો હતો. હવે ભારત એક સ્થાન ઉપર 55 માં સ્થાને પહોંચી ગયું છે અને વિશ્વના 56 દેશોની યાદીમાં તે સ્પેનથી આગળ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામનું/ હવે સરળતાથી કરી શકશો ઑનલાઇન ફ્રોડની ફરિયાદ, ગૃહ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન નંબર

Bansari

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!