GSTV

SBIની આ સુવિધાથી ઘર ખરીદવું થઈ જશે સાવ સસ્તુ, ગ્રાહકોએ કરવું પડશે ફક્ત આ કામ

ઘર ખરીદવાનો પ્લાન કરી રહેલા લોકો માટે દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક મોટી સુવિધા આપી રહી છે. SBI બેન્ક ઘર ખરીદ્યા પહેલા હોમ લોન આપી રહી છે. સામાન્ય રીતે ઘર પસંદ કર્યા બાદ લોકો હોમ લોન માટે બેન્ક પાસે જાય છે. તેના બદલે જો તમે પહેલા પ્રી-અપ્રૂવ્ડ હોમ લોન લેઈને ઘરની તપાસ શરૂ કરો તો સસ્તું ઘર ખરીદવામાં મદદ મળી શકે છે. તે માટે SBI પણ ગ્રાહકોની પ્રી-અપ્રૂવ્ડ હોમ લોન આપી રહ્યા છે. બેન્કે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.  

પ્રી-અપ્રૂવ્ડ હોમ લોનના ફાયદા

પ્રી-અપ્રૂવ્ડ હોમ લોનમાં ગ્રાહકને એ ખબર હોય છે કે તેને કેટલી હોમ લોન મળી શકે છે. તેમાં સમય અને મુશ્કેલીઓથી બચી શકાય છે. તમને ખબર પડી શકે છે કે તમને ઘર માટે કેટલી હોમ લોન મળશે અને તમને તમારી તરફથી કેટલા પૈસા લગાવવાના છે તે વાતની જાણ થઈ શકે છે. જેથી તમે પોતાના બજેટમાં ઘર ખરીદી શકો છો. તેના માટે બેન્ક અમુક ફી પણ લે છે.

આવેદન કરવા પર તરત મળે છે લોન

દેશની સૌથી મોટી બેન્ક આ સુવિધા આપે છે. એસબીઆઈ પ્રી-અપ્રૂવ્ડ લોન પ્રોપર્ટીને અંતિમ રૂપ આપ્યા પહેલા ગ્રાહકોને હોમ લોન સીમાની મંજૂરી આપે છે. જોકે હાલમાં જ આઈસીઆઈસીઆઈ બેન્કે પણ સેવા શરૂ કરી છે. બેન્ક તત્કાલ હોમ લોન હેઠળ નોકરીવાળા આવેદન કરતા જ એક કરોડ રૂપિયાની લોન 30 વર્ષ સુધી ઉપલબ્ધ કરાવી રહી છે.

SBI સૌથી ઓછા દર પર આપી રહી છે હોમ લોન

ભારતીય સ્ટેટ બેન્ક દેશમાં સૌથી વધુ વ્યાજ દર પર હોમ લોન પ્રદાન કરી રહી છે. એસબીઆઈ હોમ લોનના વ્યાજ દર 7.90 ટકા છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!