GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

તકને ઝડપી લ્યો: કોરોના સંકટમાં ઘર ખરીદવાના આ છે ફાયદા

કોરોનાની મહામારીએ દરેક સેક્ટરને પ્રભાવિત કર્યા છે. જેમાં એક રિયલ એસ્ટેટ પણ છે. આમ જોવા જઈએ તો, રિયલ એસ્ટેટ છેલ્લા બે વર્ષથી ઝઝૂમી રહ્યું છે. પણ હવે આ તમામની વચ્ચે ગ્રાહકો માટે સારો અવસર આવ્યો છે. પહેલાથી સંકટ સામે ઝઝૂમી રહેલા આ સેક્ટર હવે કોરોનાના કારણે બેકફૂટ પર આવી ગયું છે.

કિંમતોમાં થયો છે ઘટાડો

જો તમે પણ છેલ્લા બે વર્ષથી પોતાના ઘરની શોધમાં હોઉ તો, તમારે માટે હાલ સારામાં સારો અવસર છે. કોરોનાના કારણે તમે હાલ ઘર ખરીદી શકો છો. હાલ તમે ઘર ખરીદીને સારી એવી બચત કરી શકો છો. જો કે, અમુક જાણકારોનું કહેવુ છે કે, હજૂ પણ પ્રોપર્ટની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

હોમ લોન સસ્તી

નિષ્ણાંતોનું કહેવુ છે કે, પહેલી વાર હોમ લોનના વ્યાજદરમાં 7 ટકાથી નીચે ગયુ છે, એટલુ જ નહીં, પ્રોપર્ટીની કિંમતોમાં પણ પાંચ વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે. ખરીદદારો સરકારની ટેક્સ બેનિફિટ સ્કિમનો પણ ફાયદો ઉઠાવી શકે છે.

નિષ્ણાંત અનુજ પુરીનું કહેવુ છે કે, આમ તો ગ્રાહકો માટે આ કોરોના કાળ વચ્ચે સારો અવસર છે. જેને કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાની નથી, તથા રોકાણ કરવા માટે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ અત્યારે જ ખરીદી કરી શકે છે.

તૈયાર ઘર વેચવા પર ફોક્સ

અનરોક મુજબ હાલમાં દેશમાં 7 મોટા શહેરોમાં લગભગ 15.92 લાખ અંડર કંસ્ટ્રક્શન ઘર છે. જે ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે. બિલ્ડરોનું ફોક્સ રેડી ઘરોને વેચવાનું છે. થોડા દિવસ પહેલા જ એસબીઆઈના પ્રમુખે કહ્યુ હતું કે, બિલ્ડરો તૈયાર ઘરોને પહેલા વેચે પછી નવા પ્રોજેક્ટ પર ફોક્સ કરે.

ગ્રાહકોની ડિમાન્ડ, રેડી ટૂ મૂવ ઘર

અનુજ પુરીએ કહ્યુ હતું કે, ગ્રાહક અંડર કંસ્ટ્રક્શનની સરખામણીએ રેડી ઘરને ખરીદવાનું પસંદ કરે છે. તેમણે કહ્યુ હતું કે, લોકો આ સંકટમાં રિસ્ક લેવાનુ નથી વિચારતા. આ ઉપરાંત રેડી ટૂ મૂવ ઘર અંડર કંસ્ટ્રક્શનની સરખામણીએ હાલમાં ફાયદો છે. કારણ કે, બિલ્ડર મૂડી એકઠી કરવા માટે તૈયાર ઘરોને છૂટ સાથે વેચવા તૈયાર છે. આ ઉપરાંત અંડર કંસ્ટ્રક્શન બિલ્ડીંગ ક્યારે બનીને તૈયાર થશે, તેનુ અનુમાન લગાવવું અઘરૂ છે. કારણ કે, મોટા શહેરોમાં મજૂરોની ભારે કમી છે.

આટલા છે ફાયદા

હકીકતમાં જોઈએ તો, ગ્રાહકોને પણ ઘર ખરીદીમાં મોટા ભાગે ત્રણ ફાયદા થઈ શકે છે. હોમ લોન પર વ્યાજ દર ઓછા છે અને ઘણા બિલ્ડરો ડિસ્કાઉંટ ઓફર આપી રહ્યા છે.

1. ઘરની કિંમતોમાં ઘટાડો: સામાન્ય લોકો માટે ઘર ખરીદવાનો આ સારામાં સારો અવસર છે. અત્યારે જોવા જઈએ તો, મકાનની કિંમતો વિતેલા પાંચમાં સૌથી ઓછી છે. પણ જો ઝડપથી ડિમાન્ડ વધશે તો ભાવ પણ વધી જશે.

2 વ્યાજ દર ઓછુ: બેંકોના વ્યાજદર પણ ઘણા ઓછા છે. જેમાં ગ્રાહકોને EMI ઓછી લાગશે. એસબીઆઈ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન 7.35 થી 7.75 ટકાના વ્યાજ દર ઓફર કરી રહ્યું છે. જ્યારે HDFC બેંક વાર્ષિક 7.35 થી લઈને 9.05 ટકા વ્યાજ પર લોન આપી રહ્યુ છે.

3 પ્રોપર્ટીમાં રોકાણ: હાલમાં પ્રોપર્ટીના ભાવ ઘણા નીચે ગયા છે. જેમાં રોકાણ એક વિકલ્પ હોય છે. આશા રખાઈ રહી છે કે, કોરોના સંકટ બાદ પ્રોપર્ટીમાં ચમક આવી શકે છે. કારણ કે, સરકારનું ફોકસ આ વર્ષે રિયલ એસ્ટેટ સેક્ટર પર હોય શકે છે. વિતેલા 4 વર્ષોમાં પ્રોપર્ટીમાં ઉછાળો જોવા મળ્યો નથી. એટલા માટે પ્રોપર્ટીમાં રોકાણ કરવુ મહત્વુ બની જાય છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!