GSTV

એક લાખ રૂપિયામાં એક બાળકની ખરીદી, આ રીતે થાય છે તસ્કરીનો ધંધો

Last Updated on January 12, 2019 by

છેલ્લા બે માસથી બહુચર્ચિત આંતરરાજ્ય બાળ તસ્કરી મામલામાં મધ્યપ્રદેશ પોલીસે તસ્કરીનો ભોગ બનેલ વધુ એક બાળકનો કબજો મેળવ્યો છે. આ કિસ્સામાં રૂપિયામાં એક લાખમાં બાળકને ખરીદનારની ધરપકડ કરતા હવે આ મામલામાં અત્યારસુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ૨૮ થઇ છે. ગઈકાલે પોલીસે તસ્કરીનો ભોગ બનેલ વધુ એક બાળકને મધ્યપ્રદેશના ધાર જીલ્લાના ગુજરી ખાતેથી શોધી કાઢ્યો હતો. તસ્કરી કાંડનાં માસ્ટર માઈન્ડ શૈલુ રાઠોરે પોતાના પોલીસ રિમાન્ડ દરમિયાન આ બાળકને ગુજરીના એક નિસંતાન દંપતિને એક લાખમાં વેચ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બાળક ખરીદનાર ગોવિંદ માલુની પણ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!