GSTV
Home » News » ઓછા રૂપિયાના બજેટમાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ શું છે

ઓછા રૂપિયાના બજેટમાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ શું છે

છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા બજેટ ધરાવતા સ્માર્ટફોનનાં સેગમેન્ટમાં વૃદ્ધિ નોંધાઈ છે. ત્યારે અગાઉ કરતા હવેના સમયમાં આ સેગમેન્ટના સ્માર્ટફોન પહેલાની તુલનાએ ખુબ જ આકર્ષક અને દમદાર તેમજ ઓછા ભાવે જોવા મળી રહ્યા છે. Realme C2 – 5,999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં Realme C2માં પાવરફુલ હાર્ડવેર, સારી બેટરી લાઈફ અને અપ-ટૂ-ડેટ સોફ્ટવેર પણ છે. અમે કેટલીક વખત આ કિંમતમાં નબળું પ્રોસેસર અને જુના સોફ્ટવેરવાળા સ્માર્ટફોન પણ જોયા છે. આ સ્માર્ટફોનનો કેમેરો એક એવી બાબત છે જેમાં સુધારો કરવાની જરૂર છે, પણ આ કિંમતમાં આ મોબાઈલની ક્વોલિટી સારી છે. Realme C2ને પ્લાસ્ટિકમાં બનાવવામાં આવી છે.

પરંતુ ડાયમંડ કટ ડિઝાઈનના કારણે આ મોબાઈલ દેખાવમાં ખુબ જ સારો લાગે છે. આની બેટરી લાઈફ ડિઝાઈનથી પણ વધુ આકર્ષક છે. HD વીડિયો ટેસ્ટમાં આ મોબાઈલે 20 કલાક અને 29 મિનિટ સુધી અમારો સાથ આપ્યો. ફિંગરપ્રિન્ટ સેન્સર ન હોવું અને કેમેરાનું પરફોર્મન્સ નબળું રહેવું તે આ મોબાઈલનુ મુખ્ય ખામી છે. Realme C2ની કિંમત 5,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમતમાં 2GB રેમ, 16GB સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. ફોનના 3GB રેમ, 32 GB સ્ટોરેજ મોડલની કિંમત 7,999 રૂપિયા છે. અમે તમને 3GB રેમ વેરિએન્ટ ખરીદવાની સલાહ આપીએ છીએ.

Infinix Smart 3 Plus – 8,000 રૂપિયાની કિંમતમાં Infinix બ્રાન્ડનો નવો સ્માર્ટફોન Infinix Smart 3 Plus એક સારો વિકલ્પ છે. આ સ્માર્ટફોનનો લુક ખુબ જ દમદાર છે, પણ તેની બોટી પ્લાસ્ટિકની છે. Infinix Smart 3 Plusની સ્ક્રીન ઠીક-ઠાક છે. બેટરી લગભગ એક દિવસ સુધી સાથ આપશે. અમારા HD વીડિયો ટેસ્ટમાં ફોનની બેટરી 14 કલાક 57 મિનિટ સુધી ચાલી.

આ સ્માર્ટફોન આ કિંમતના સેગમેન્ટમાં 3 રિયર કેમેરાની સાથે આવનારો એક માત્ર સ્માર્ટફોન છે. આમાં એક લો-લાઈટ સેન્સર પણ છે. આ સેટઅપના કારણે Infinix Smart 3 Plusના કેમેરા પરફોર્મન્સે અમને પ્રભાવિત કર્યા. માત્ર 2GB રેમથી ફોનની પરફોર્મન્સને ખાસ નુકસાન થાય છે. હાલ Infinix ભારતમાં માત્ર 2GB રેમ અને 32GB સ્ટોરેજવાળા મોડલો જ વેચી રહી છે.

Asus ZenFone Max M1- છેલ્લા એક વર્ષમાં Asusએ ઘણા આકર્ષક સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યા છે. ભલે ZenFone Max M1 આ યાદીમાં આગળના ક્રમાંકે નથી પણ આ એક સારા બજેટ ધરાવતો ફોન છે. હાલમાં જ કિંમત ઘટાડ્યા બાદ આ મોબાઈલ પહેલાથી વધુ સસ્તો થઈ ગયો છે. અમને રિવ્યૂમાં જોવા મળ્યું કે, જુનું પ્રોસેસર હોવા છતાં આ મોબાઈલની પરફોર્મન્સ ઠીર-ઠાક હતી. Asus ZenFone Max M1નો કેમેરો દિવસના પ્રકાશમાં આકર્ષક ફોટા પાડી શકે છે, ઓછી રોશનીમાં ખુબ જ સુધારો કરવાની આશા છે. ફોનની બેટરી લાઈફમાં પણ દમ છે. અમારા HD વીડિયો ટેસ્ટમાં આ મોબાઈલની બેટરી 11 કલાક 32 મિનિટ સુધી ચાલી. ભારતમાં Asus ZenFone Max M1નું 3GB રેમ અને 32GB સ્ટોરેજ ધરાવતું મોડલ ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની કરી ધરપકડ

Arohi

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi

SBIએ નિયમોનું ઉલ્લંઘન કરતાં RBIએ ફટકાર્યો 7 કરોડ રૂપિયાનો દંડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!