કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જે 17મે સુધી ચાલશે. જો કે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીને રાહત આપવા માટે ભારત સરકારે ગ્રીન અને ઓરેન્જ ઝોનમા ડિલિવરીની સેવાને મંજૂરી આપી છે. જેથી સ્માર્ટફોનનું વેચાણ શરૂ કરી શકાશે. આ વચ્ચે જ વીવો અને સેમસંગ જેવી ટેક કંપનીઓએ પોતાના સિલેક્ટેડ સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. તો આજે અમે તમને આ જ કંપનીઓના ધાંસૂ સ્માર્ટફોન્સ વિશે જણાવીશું, જેને તમે ઓછી કિંમતે ખરીદી શકશો. ચાલો જણાવીએ આ સ્માર્ટફોન્સ વિશે વિગતે…

OnePlus 7T Pro

વન પ્લસના આ સ્માર્ટફોનના 8 જીબી રેમ વાળા સ્ટોરેજ વેરિએન્ટની કિંમતમાં 6 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સ્માર્ટફોનને ફક્ત 47,999 રૂપિયામાં ખરીદી શકાશે. તમે તેને ઇકોમર્સ વેબસાઇટ એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકાશે. ફીચર્સની વાત કરીએ તો કંપનીએ આ ફોનમાં 6.67 ઇંચની ફુલ એમોલેડ ડિસ્પ્લે આપી છે. જેનું રેઝોલ્યુશન 3120×1440 પિક્સલ છે. સાથે જ સ્ક્રીનના પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3ડીનો સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત ઉમદા પરફોર્મન્સ માટે આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટ આપવામાં આવી છે.
iQOO 3

સ્માર્ટફોન નિર્માતા કંપની આઇકૂએ લેટેસ્ટ સ્માર્ટફોન આઇકૂની કિંમતમાં ઘટાડો કર્યો છે. 4 હજાર રૂપિયાના ઘટાડા બાદ આઇકૂના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 34,990 રૂપિયા છે. આ વેરિએન્ટની અસલ કિંમત 38,990 રૂપિયા હતી. આ ઉપરાંત આ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમતમાં પણ 4 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સ્માર્ટફોનને તમે 41,990 રૂપિયાના બદલે 37,990 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ આ સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ 5જી વેરિએન્ટને 46,990 રૂપિયાના બદલે 44,990 રૂપિયામાં ખરીદી શકાશે.
Samsung Galaxy M21

સેમસંગે ફરી એકવાર પોતાના Samsung Galaxy M21ની કિંમતમાં ઘટાડો કર્યો છે. Samsung Galaxy M21ને હવે 12,699 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકાશે. જ્યારે પહેલા આ સ્માર્ટફોનની કિંમત 13,119 રૂપિયા હતી. ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. જેનું રેઝોલ્યુશન 1080×2340 પિક્સલ છે. ફોનમાં ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન મળશે. આ ઉપરાંત ગેલેક્સી એમ21માં Exynos 9611 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે માલી G-72 MP3 GPU મળશે.
Vivo S1

વીવોએ તાજેતરમાં જ આ સ્માર્ટફોનની કિંમત ઘટાડી હતી. હવે આ સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટને 17,990 રૂપિયાના બદલે 16,990 રૂપિયામાં ખરીદી શકાશે. આ ઉપરાંત Vivo S1 સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટને 17,990 રૂપિયા અને 6 જીબી રેમ તથા 128 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટને 19,990 રૂપિયાની કિંમત સાથે ઉપલબ્ધ છે. બીજી બાજુ આ સ્માર્ટફોનમાં 6.38 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો પી65 પ્રોસેસર અને ત્રણ કેમેરાનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
Read Also
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
