GSTV
Home » News » FB, હૉટસ્પૉટ અને Wifi જેવા ફીચર્સથી સજ્જ છે આ સ્માર્ટ TV, જાણો કિંમત

FB, હૉટસ્પૉટ અને Wifi જેવા ફીચર્સથી સજ્જ છે આ સ્માર્ટ TV, જાણો કિંમત

જો તમે ટીવી ખરીદવાનુ મન બનાવી રહ્યાં છો અને બજેટ ઘણુ ઓછું છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી, કારણકે આજે અમે તમને સૌથી સસ્તા સ્માર્ટ ટીવી અંગે જણાવવા જઈ રહ્યાં છીએ, જેની કિંમત 5000 રૂપિયાથી પણ ઓછી છે. એટલું જ નહીં, આ લેતા પહેલા તમારે તમારું ખિસ્સું ખાલી કરવુ પડશે. આ ટીવીમાં સ્ક્રીન મિરર અને ઈનબિલ્ટ વાઈ-ફાઈ જેવા દમદાર ફીચર્સ આપવામાં આવ્યાં છે.

ભારતમાં સેમી ઈન્ફાર્મેટિક્સ નામની આ કંપની દ્વારા લૉન્ચ કરાયેલા આ સ્માર્ટ ટીવીના ફીચર્સની વાત કરીએ તો તેમાં 32 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે અને તેમાં 4.4 એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં 4 જીબીની રેમ અને 512 એમબી સ્ટોરેજ આપવામાં આવી છે. એટલું જ નહીં, ટીવીમાં પહેલાથી જ ફેસબુક, વાઈ-ફાઈ, હૉટસ્પૉટ અને સાઉન્ડ બ્લાસ્ટર અને યૂ-ટ્યૂબ જેવી દરેક એપ્સ આપવામાં આવી છે. સાથે જ તેમાં 2 HDMI પોર્ટ અને 2 USB પોર્ટ પણ છે.

એટલું જ નહીં, અન્ય સ્માર્ટ ટીવીની જેમ તેમાં પણ તમે ગેમ રમી શકો છો. આ સ્માર્ટ ટીવીને ગ્રાહક 4999 રૂપિયામાં ખરીદી શકે છે. ઓછી કિંમત સિવાય કંપની આ ટીવીની ખરીદી પર 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે. આ સિવાય કંપની આ ટીવીની સાથે 10 વૉટના સ્પીકર્સ અને સેમસંગ અને એલજીના પેનલ આપી રહી છે. જો તમે ટીવી ખરીદવા ઈચ્છો છો ગૂગલ પ્લે સ્ટોર પર વર્તમાન સેમી એપને ડાઉનલોડ કરીને અહીંથી આ સ્માર્ટ ટીવીને ખરીદી શકો છો.

ઉલ્લેખનીય છે કે Detelએ 19 ઈંચ સ્ક્રીનવાળી ટીવી ઉતારી છે, જેની કિંમત ફક્ત 3999 રૂપિયા રાખવામાં આવી છે. LCD TVને ગ્રાહક Detelની વેબસાઈટ અને મોબાઈલ એપથી ખરીદી શકાય છે. આ સિવાય એમેઝોન અને ફ્લિપકાર્ટની વેબસાઈટ પર ડિટલના LCD TV ખરીદી શકાય છે.

READ ALSO

Related posts

આવતીકાલે ધો-10નું પરિણામ જાહેર થશે, આ વેબસાઈટ પર જોવા મળશે…

Nilesh Jethva

દુનિયાની 5 વિચીત્ર મહિલા: કોઇનાં પગનું વજન 95 કિલો તો એકનો ચહેરો લાગે છે વૈમ્પાયર જેવો

Riyaz Parmar

એક્ઝિટ પોલનાં પરિણામોમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર, પરંતુ એક સારા સમાચાર આવ્યા સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!