GSTV
Auto & Tech Trending

માત્ર રૂ.4માં ખરીદો Redmi Note 5, Mi TV, જાણો અન્ય ઑફર્સ

Xiaomiએ પોતાની MI Anniversary સેલની જાહેરાત કરી દીધી છે. ચીની કંપની ભારતમાં પોતાની ચોથી વર્ષગાંઠ Xiaomi Mi Anniversary Sale આયોજિત કરી રહી છે. Xiaomiનો આ સેલ 10-12 જૂલાઇ સુધી ચાલશે. Xiaomiના આ સેલ સ્માર્ટફોન્સ, સ્માર્ટ ટીવી, એક્સસરિઝ, Mi Band 2, બોડી કમ્પોઝિશન સ્કેલ સહિતની પ્રોડક્ટ્સ પર ઑફર્સ અને ડિલ્સ મળશે. કંપનીએ સિલેક્ટેડ ડિવાઇસની 4 રૂપિયા વાળા ફ્લેશ સેલના આયોજનની પણ જાણકારી આપી છે. યૂઝર્સની પાસે Xiaomiની વેબસાઇટ પર 4 રૂપિયામાં Redmi Y2 અને Redmi Note 5 Pro જેવા ઘણા પ્રોડક્ટ્સ ખરીદવાનો સારી તક છે.

Xiaomiની એનિવર્સરી સેલમાં ખરીદી કરનાર યૂઝર્સ જો SBIના ક્રેડિટ કાર્ડની સાથે ચૂકવણી કરે તો 500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે, આ ફાયદા માટે ઓછામાં ઓછી 7500 રૂપિયાની શૉપિંગ કરવાની રહેશે. Paytmથી ઓછામાં ઓછી 8999 રૂપિયાનું ચૂકવણી કરવા પર 500 રૂપિયા સુધીનું કેશબેક મળશે.

Xiaomi યૂઝર્સ કંપનીએ ઑફર્સમાં પોતાના એક-કોડ્સ રિડીમ કરવાનો મૌકો આપી રહી છે. 9 જૂલાઇને બપોરે 12 વાગ્યાથી પ્રાયોરિટી એક્સિસ મળશે. એક્સસરિઝ ખરીદવા પર 500 રૂપિયા સુધીના કૂપન્સનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય કંપનીએ ઑફિશ્યલ એપ પર અને વેબસાઇટ પર ગેમ રમીને યૂઝર્સની પાસે મી મિક્સ 2, રેડમી વાઇ 2 સહિત બીજા ડિવાઇસ ખરીદવાનો મૌકો છે.4 રૂપિયાની ફ્લેશ સેલનું આયોજન 10-12 જૂલાઇના 4 વાગ્યાથી શરૂ થશે. આ દરમિયાન 4 રૂપિયામાં Redmi Note 5 Pro, Redmi Y2, LED સ્માર્ટ ટીવી 4 5ઇંચ, Mi Band 2 વગેરે જેવા ગેજેટ્સ ખરીદી શકાશે.

10-12 જૂલાઇના સાંજે 6 વાગે આ ડિલ્સમાં કોમ્બો ઑફર્સ આપવામાં આવશે, જેવા ગ્રાહકોને બૉડી કમ્પોઝિશન સ્કેલ અને Mi Band 2ને 3798 રૂપિયાની જગ્યાએ 1999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ઑફર લિમિટેડ યૂનિટ્સ માટે ઉપલબ્ધ છે.Redmi Note 5 અને વીઆર પ્લે 2 કોમ્બોમાં 9999 રૂપિયામાં ખરીદી શકાશે, જ્યારે રેડમી વાઇ 1 અને એમઆઇ બ્લૂટૂથ હેડસેટ 8999 રૂપિયામાં ખરીદી શકાશે. એમઆઇ એયર પ્યૂરિફાયર 2 અને ફિલ્ટરને 11498 રૂપિયાની જગ્યાએ 8999 રૂપિયામાં ખરીદી શકાશે.

10-12 જૂલાઇના વચ્ચે 12 વાગે આ સેલનું આયોજન કરવામાં આવશે. આ સેલ હેઠળ યૂઝર્સ LED સ્માર્ટ ટીવી 13999 રૂપિયામાં જ્યારે Redmi Note 5 Pro 14999 રૂપિયામાં ખરીદી શકશે.ફ્લેશ સેલના સિવાય, Xiaomi પસંદગીના ડિવાઇસ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. Mi Mix 2 સ્માર્ટફોન 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મલશે. કંપની Mi Mix 2 અને ટ્રાવેલ બેકઅપ પર 1000 રૂપિયાની છૂટ આપવામાં આવી છે અને ઇયરફોન, બેંડ 2 ખરીદવા પર ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.

આ સાથે લોન્ચ થયેલી ટી-શર્ટ, યૂ-શેપ પિલો, સેલ્ફી સ્ટિક સહિત પાવર બેંક બ્લૂટૂથ સ્પીકર અને ઇયરફોનમાં પણ આ સેલમાં આકર્ષક ઑફર મળશે.

Related posts

LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર

GSTV Web Desk

સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ

Zainul Ansari

13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ

Zainul Ansari
GSTV