GSTV
Home » News » Oppo F9 ઓછી કિંમતે ખરીદવાની સોનેરી તક, 5 મિનિટના ચાર્જિંગમાં 2 કલાક ચાલશે બેટરી

Oppo F9 ઓછી કિંમતે ખરીદવાની સોનેરી તક, 5 મિનિટના ચાર્જિંગમાં 2 કલાક ચાલશે બેટરી

તાજેતરમાં જ ભારતમાં લૉન્ચ થયેલા Oppoના શાનદાર સ્માર્ટફોન Oppo F9 Proને ઓછી કિંમતે ખરીદવાની સોનેરી તક છે. જો કે આ ફોનની કિંમત 23,990 રૂપિયા છે પરંતુ તમે તેને 21,591 રૂપિયામાં ખરીદી શકો છો. હકીકતમાં પેટીએમ મૉલ પર આ ફોન સાથે 2,399 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે જે ખરીદીના 24 કલાકમાં તમારા પેટીએમ મૉલમાં આવી જશે. તેવામાં આ ફોન તમને ફક્ત 21,591 રૂપિયામાં મળશે. આ ઉપરાંત ફોન સાથે નો કૉસ્ટ ઇએમઆઇ પણ મળશે.

Oppo F9ના ફિચર્સ

Oppo F9 પ્રો ત્રણ કલર વેરિએન્ટ્સમાં મળશે જેમાં સનરાઇઝ રેડ, ટ્વિલાઇટ બ્લૂ અને સ્ટેરી પર્પલ કલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Oppo F9 પ્રોમાં ડ્યુઅલ રેર કેમેરા આપવામાં આવશે અને બેક પેનલ પર જ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. સાથે જ iPhone Xની જેમ જ કટ-આઉટ પણ મળશે. ફોનમાં યૂએસબી ટાઇપ ચાર્જિંગ પોર્ટ, 3.5 એમએમનો હેડફોન જેક તથા VOOC ફ્લેશ ચાર્જિંગ જેવા ફિચર્સ આપવામાં આવી રહ્યાં છે. આ ફ્લેશ ચાર્જિંગને લઇને કંપનીનું કહેવું છે કે 5 મિનિટની ચાર્જિંગમાં 2 કલાક સુધીનું બેટરી બેકઅપ મળશે.

Oppo F9 પ્રોના અન્ય ફિચર્સની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઇડ ઑરિયો 8.1ની સાથે 6.3 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત તેમાં 2.0HHzનું મીડિયાટેક હિલિયો પી60 ઓક્ટાકોર પ્રોસેસર, 4જીબી રેમ તથા 64 જીબીની સ્ટોરેજ મળશે. જેને મેમરી કાર્ડ દ્વારા એક્સપાન્ડ કરી શકાશે.

આ ફોનમાં ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ મળશે જેમાં એક કેમેરા 16 મેગાપિક્સલ અને બીજો 2 મેગાપિક્સલનો હશે સાથે જ ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો હશે.

ફોનમાં 3500mAhની બેટરી અને કૉર્નિંગ ગોરીલા ગ્લાસ 6નું પ્રોટેક્શન મળશે. ઉલ્લેખનીય છે કે ગોરિલા ગ્લાસ 6 તાજેતરમાં જ  લૉન્ચ થયો હતો જેને લઇને કંપનીએ દાવો કર્યો હતો કે 15 વાર પડ્યા પછી પણ ફોનની ડિસ્પ્લે નહી તૂટે. આ સાથે જ ગોરિલા ગ્લાસ 6 આપનાર દુનિયાની પહેલી કંપની ઓપ્પો બની જશે.

Related posts

વિશ્વના સૌથી મોટા ધનવાન વ્યકિતએ નરેન્દ્ર મોદીને આપ્યા અભિનંદન, શું કહ્યું…..

Path Shah

સુરત અગ્નિકાંડમાં ભાર્ગવ બુટાણી બાદ આ બે બિલ્ડરની ધરપકડ

Nilesh Jethva

જનસંખ્યા નિયંત્રણ માટે યોગગુરૂ બાબા રામદેવે આપી આવી સલાહ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!