સ્માર્ટફોન દ્વારા વધુ પડતા કામ કરી શકાય છે. હવે મોબાઈલ વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વર્તમાનમાં અનેક કંપનીઓએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. અને અમૂક કંપનીઓ જલ્દી જ પોતાનો ફોન લોન્ચ કરશે. એવામાં જો તમે નવો સ્માર્ટ ફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મુખ્ય રૂપે આ 4 વાતો પર જરૂર ધ્યાન આપો.

તમારી જરૂરત જાણો
સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છો તો યોજના બનાવીને રાખો. સૌ પ્રથમ તમારી જરૂરત સમજો કે તમારે ક્યા-ક્યા ફીચરની જરૂરત છે. જો તમે ફોન પર જ કોઈ TV શો કે નેટફ્લિક્સ અથવા એમાઝોન પ્રાઈમ જોવો છો તો તમારે મોટી સ્ક્રીન વાળા ફોનની જરૂરત છે. સાથે જ તેમાં સ્ટ્રોન્ગ હેટરી પણ હોવી જોઈએ.
ચાર્જિંગમાં વધુ સમય ન આપી શકતા હોય તો તમારે એવો ફોન ખરીદવો જોઈએ, જેમાં ફાસ્ટ ચાર્જિંગ ટેક્નિક હોય જેથી જલ્દી ફોન ચાર્જ થઈ જાય.

તમારા બજેટનું ધ્યાન રાખો
સુવિધા અને રૂપિયાનું મોટું કનેક્શન હોય છે. અને સ્માર્ટફોન સાથે પણ એવું જ થાય છે. તમે જેટલા વધુ રૂપિયા ખર્ચ કરશો તમને એટલો જ સારો ફોન ખરીદવા મળશે. એવામાં સૌ પ્રથમ તમારી જરૂરતની એક સૂચી બનાવો અને પછી ઓછી કિંમતથી શરૂ કરો. ત્યારબાદ પોતાના માટે એફ ફોન પસંદ કરો. એવામાં ઘણા લોકો ખાસ કંપનીને પસંદ કરે છે. તે તેના માટે પણ આ રીત અજમાવી શકો છો. ઘણી વખત લોકો શોખના કારણે વધુ મોંઘો ફોન ખરીદે છે.
ઓપરેટિંગ સિસ્ટમનું ધ્યાન રાખવું
સ્માર્ટફોન ખરીદતા સમયે ત્રીજી અને મહત્વની વાત એ છે કે તેનું OS ક્યું છે. વર્તમાન સમયમાં તો વધુ કંપનીઓ લેટેસ્ટ એન્ડ્રોઈ OS આપી રહી છે. પરંતુ જો કોઈ જૂનુમ OS આપતી હોય તો તેની તરફ ન જાવ કારણ કે જે આજે 2 વર્ષ જૂનું છે તે આગામી દિવસોમાં વધુ જૂનું થઈ જશે.

રેમ અને પ્રોસેસર
આ છેલ્લું અને સૌથી મહત્વનું પગથિયું છે. કોઈ પણ સ્માર્ટ ફોનની સ્પીડ તેમાં મલ્ટી ટાસ્કીંગના સ્તર પ્રોસેસર અને રેમ પર નિર્ભર હોય છે. એન્ડ્રોઈડ ફોનનું પ્રોસેસર જેટલું સારું હોય તેનું પરફોર્મેંન્સ પણ એટલું જ સારું હશે અને તમારે કોઈ પણ પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. આમ તો સ્નેપડ્રેગનમાં સૌથી સારું પ્રોસેસર 8 સીરીઝમાં આવે છે. અને તેનાથી ઓછી 7 સીરીઝ અને તેનાથી ઓછી 6 સીરીઝ આવે છે. એવામાં જે પણ ફોન ખરીદો, તેનાં પ્રોસેસરની જાણકારી એક વખત GOOGLE પર જઈને જરૂર સર્ચ કરવી. આમ તો અનેક પ્રકારના પ્રોસેસર ઉપલબ્ધ છે. જેનું નામ સ્નેપડ્રેગન, એનવીડિયો, ક્વાલકોમ, ઈન્ટેલ અને મીડિયાટેક છે. દરેક પ્રોસેસરના પોતાના ફાયદા છે. તે નુકસાન પણ છે. મીડિયાટેક અને ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસરને ઠીક કરવાનું કામ કરે છે.
READ ALSO
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો