સૌથી મોટી ઑફર: આજે ખરીદો આ કંપનીની કાર, 2020ના વર્ષથી ચુકવો લોન

જો તમે કાર ખરીદવાનો વિચાર કરી રહ્યાં હોય તો તમારા માટે એક શાનદાર તક છે. હકીકતમાં કાર નિર્માતા કંપની અત્યાર સુધીમાં સૌથી મોટી અને ખૂબ જ શાનદાર ઑફર લઇને વી છે. ઑફરમાં તમે આ જે જ જઇને આ કંપનીની કાર ખરીદી શકો છો જેના માટેની ઇએમઆઇ 14 મહિના બાદ શરૂ થશે. એટલે કે ઇએમઆઇ જાન્યુઆરી 2019ના વર્ષમાં નહી પરંતુ જાન્યુઆરી 2020માં શરૂ થશે.

હકીકતમાં સ્કોડા ઇન્ડિયા અને રેપિડ મૉડેલ પર આ વિશેષ ઑફર આપી રહી છે. કંપની વર્ષના અંતમાં આ પ્રકારની ઑફર્સ વેચાણને પ્રોત્સાહન આપવા માટે લાવતી હોય છે. આ ઑફરનો લાભ એ છે કે તમે એક વર્ષ સુધી ઇએમઆઇના દબાણથી મુક્ત રહેશો.

આ ઑફર હેઠળ જો તમે આ વર્ષે એટલે કે નવેમ્બરે 2018ના મહિનામાં આ કાર ખરીદો તો તમે કારની ઇએમઆઇ જાન્યુઆરી 2020થી ચુકવી શકો છો.

કાર ખરીદતી વખતે કેટલી રકમ ચુકવશો

જો તમે સ્કોડા રેપિડ કાર લોન પર લઇ રહ્યાં હોય તો એક્સ શૉરૂમ પ્રાઇઝના 20 ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે આપવાની રહેશે. આ ઉપરાંત તમારે રજીસ્ટ્રેશન, ઇન્શ્યોરન્સ, લૉજીસ્ટિક્સ અને ડિપોઝીટ ચાર્જ અલગથી ચુકવવાના રહેશે.

મળશે પેટ્રોલ અને ડીઝલ એન્જિનની ઑફર

સ્કોડા રેપિડમાં 1.6 લીટર એમપીઆઇ પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર ટીડીઆઇ ડીઝલ એન્જિન છે. સાથે જ કારમાં 6.5 ઇંચનું ટચ સ્ક્રીન સ્માર્ટ લિંક કનેકેટિવીટી સાથે છે. જો કારની માઇલેજની વાત કરીએ તો આ કાર 21 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter