GSTV
Gujarat Government Advertisement

ખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે ખૂબ ઓછી કિંમતમાં

Last Updated on June 18, 2019 by

ગરમીની સીઝન હોય અથવા વરસાદની, ટુ વ્હિલર ચલાવવું મુશ્કેલ થઈ જાય છે. એવામાં લોકો નવી કાર ચલાવવા માટે સક્ષમ નથી હોતા, તે સેકન્ડહેન્ડ કાર ખરીદી શકે છે, પરંતુ સેકન્ડહેન્ડ કાર કોઈ જાણકાર વ્યક્તિ અથવા વિશ્વાસ પાત્ર જગ્યા હોય ત્યાંથી ખરીદવી જોઈએ, મારૂતિ સુઝુકી એક વાર Ture Value સાથે ગ્રાહકો માટે ખાસ સેકન્ડહેન્ડ કાર્સ લઈને આવ્યા છે.

જ્યાં ઓલ્ટો, વેગન-આર, સેલેરિયો અને સ્વિફટ જેવી કાર તમને 1.50 લાખ જેટલી શરૂઆતી કિંમત પર મળી શકે છે. મારૂતિ સુઝુકીના શો રૂમમાં તમને સારી વેલ્યૂ વાળી સેકન્ડ હેન્ડ કાર સરળતાથી મળી શકે છે. અત્યારના સમયે તમને કંપની પાસેથી સારી કન્ડિશનની ઓલ્ટો, સ્વિફટ, વેગન-આર અને સેલેરિયો જેવી કાર મળી શકે છે.

ઓલ્ટો- 1.50 લાખ રૂપિયાથી શરૂ
વેગન-આર-1.75 લાખ રૂપિયાથી શરૂ
સેલેરિયો- 2.30 લાખ રૂપિયાથી શરૂ
સ્વિફટ-2.50 લાખ રૂપિયાથી શરૂ

મારૂતિ સુઝુકીની ટ્રુ-વેલ્યૂ ઉપરાંત મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ અને Droomથી પણ તમે સારી કન્ડિશનની કાર મેળવી શકો છો. અહીં તમને સર્ટિફાઈડ સેકન્ડહેન્ડ કાર મળશે. આ મારૂતિની દરેક સર્ટિફાઈડ કાર પર તમને સેકન્ડહેન્ડ કારની 1 વર્ષની વોરંટી અને 3 સર્વિસ ફ્રી મળશે.તમને દરેક સુવિધા આપવામાં આવશે, જેથી તમને એવું લાગશે જ નહીં કે જૂની કાર ખરીદી છે.

એક સેકન્ડ કારના ડિલરને પૂછવામાં આવ્યું કે ઓટો સેક્ટરમાં મંદી ચાલી રહી છે, તો તેની સેકન્ડહેન્ડ માર્કેટ પર અસર જોવા મળે છે? તો તેમણે કહ્યું કે રોજ અમને ગ્રાહકો મળી રહ્યા છે, ઓછા બજેટમાં તમને સારી કાર મળી રહી છે તો લોકો નવી કારની જગ્યાએ જૂની કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!