GSTV

માત્ર 49 રૂપિયામાં તમારો થઇ જશે આ ધાંસૂ ફોન, ફિચર્સ જોશો તો હમણાં જ ખરીદી લેશો

સ્માર્ટફોન નિર્માતા કંપની Infinixએ તાજેતરમાં જ Hot 8 હેંડસેટ લૉન્ચ કર્યો હતો. આ ફોનના લૉન્ચથી લઇને અત્યાર સુધી ફ્લેશ સેલમાં જ ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે. આજે ફરી એકવાર Infinix Hot 8 ને ઇ-કોમર્સ વેબસાઇટ Flipkart પર ફ્લેશ સેલમાં ખરીદી શકાશે. તેની સેલ બપોરે 12 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 4 જીબી રેમ, 5000mAH બેટરી સાથે આ ફોનની કિંમત 6,999 રૂપિયા છે.

Infinix Hot 8ની કિંમત અને ફિચર્સ

આ ફોનની કિંમત 6,999 રૂપિયા છે. આ તેના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત છે. તેના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની અસલ કિંમત 8,999 રૂપિયા છે. એટલે કે આ ફોન પર તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનને ક્યૂટજલ ક્યાન, કૉસમિક પર્પલ, શાર્ક ગ્રે અને મિડનાઇટ ગ્રે કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.

ઑફર્સની વાત કરીએ તો Flipkart Axis બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 ટકાનું અલ્ટીમેટ કેશબેક આપે છે. સાથે જ ICICI બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 5 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. No Cost EMI સહિત અન્ય ઑફર્સ પણ ઉપલબ્ધ છે. ફોન પર 6,950 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે. જો ગ્રાહક પૂરી એક્સચેન્જ વેલ્યૂ મેળવવામાં સફળ રહે તો આ ફોન ફક્ત 49 રૂપિયામાં ખરીદી શકાય છે.

Infinix Hot 8ના ફિચર્સ

6.52 ઇંચની ડિસ્પ્લે સાથે ફોનમાં રિયર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલૉક ફીચર ઉપલબ્ધ છે. સાથે જ ફોનમાં મીડિયાટેક હેલિયો પી22 પ્રોસેસર અને 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 64 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. કેમેરા સેગમેન્ટની વાત કરીએ તો તેમાં AI આધારિત ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેનુ પ્રાઇમરી સેંસર 13 મેગાપિક્સલનુ, બીજુ 2 મેગાપિક્સલનુ અને ત્રીજુ લો લાઇટનુ સેંસર છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનુ ફ્રન્ટ સેંસર આપવામાં આવ્યુ છે.

Read Also

Related posts

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana

પપૈયાના બીજ છે ચમત્કારી, આ બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!