GSTV

હંમેશા હૉલમાર્ક જ્વેલરી ખરીદવાનો જ આગ્રહ રાખો, કેવી રીતે કરશો ઓળખ? આ છે સરળ રીત

સોનાની જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવેલું છે. છતાં લોકો સોનાની ભેળસેળથી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. કારણ કે ગ્રાહકો હોલમાર્ક ઘરેણાને ઓળખી શકતા નથી. સોનાના દાગીનાની શુદ્ધતાને ઓળખવાની એક સરળ રીત છે. જેમાં જાણી શકાય છે કે, સોનું કેટલાં કેરેટનું છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે. પરંતુ ક્યારેય 24 કેરેટના સોનાના ઝવેરાત બની શકતા નથી. કારણ કે તે ખૂબ નરમ સોનું હોય છે. સામાન્ય રીતે, 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણામાં થાય છે. જે 91.66 ટકા સોનું છે. આ સિવાય 20 કેરેટ અને 18 કેરેટના ઘરેણાં પણ બનાવવામાં અને વેચવામાં આવે છે. રોકાણ માટે ઝવેરાત ખરીદવું હોય તો 22 કેરેટ ખરીદવું જોઈએ.

જ્વેલરીમાં શુદ્ધતા માટે હોલમાર્ક સાથે 5 પ્રકારના માર્કસ હોય છે. 22 કેરેટના ઘરેણા પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 અંક, 14 કેરેટ માટે 585 અંક હોય છે. આ નિશાન દાગીનામાં જ જોઈ શકો છો. શુદ્ધતા વિશે કોઈ શંકા નથી. ઘણા ઝવેરીઓ તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના હોલમાર્ક મૂકી રહ્યા છે. હોલમાર્ક એ ભારતીય માનાંક સંસ્થા – BIS બ્યુરોનું ત્રિકોણાકાર ચિહ્ન છે. જે સોનાની કેરેટની શુદ્ધતાના નિશાનની બાજુમાં હોય છે. ઉત્પાદનનું વર્ષ અને ઉત્પાદકનો લોગો પણ હોય છે. ઉત્પાદનને BIS નિર્ધારિત માપદંડ માટે પ્રમાણિત કરવામાં આવે છે. BIS ગુણવત્તા તપાશે છે. ઝવેરીઓ પાસેથી અસલ બિલ લો. જેમાં ઝવેરાત ખરીદીની શુદ્ધતા લખેલી હોય છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!