GSTV

20 હજાર રૂપિયા પગાર છે તો પણ તમે ખરીદી શકો છો કાર, નહીં પડે પોકેટ પર EMIનો ભાર

કાર

Last Updated on January 18, 2021 by Sejal Vibhani

તમારું બજેટ ઓછું હોય અને તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે હજી પણ આવું કરી શકો છો. ઘણી કંપનીઓએ એવા વાહનો બજારમાં ઉતાર્યા છે, જેને 20 હજાર રૂપિયા માસિક પગાર મેળવનાર વ્યક્તિ પણ સરળતાથી ખરીદી શકે છે. આ કારની પ્રારંભિક કિંમત 3 લાખ રૂપિયાથી ઓછી છે.

બજેટ કેટેગરીમાં આ કંપનીઓની કાર છે

ત્રણ કંપનીઓએ બજેટ રેન્જમાં તેમના વાહનોને કાઢ્યા છે. જેમાં મારુતિએ અલ્ટો, Renaultએ Kwid અને Datsunનો વિકલ્પ આપ્યો છે. તેમની કિંમત 3 લાખ રૂપિયાથી ઓછી છે. જો તમે હપ્તામાં કાર ખરીદવા માંગતા હોય, તો EMIનો ભાર વધુ નહીં આવે.
મારુતિ Altoની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 2 લાખ 95 હજાર રૂપિયાની નજીક છે. મારુતિ તેની બેસ્ટ સેલિંગ કાર પર Altoથી પ્રીમિયમ હેચબેક એસ-ક્રોસ સુધીની બમ્પર ઓફર આપી રહી છે. મારુતિ તેની તમામ કાર પર 36,000 રૂપિયાથી લઇને 61,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય મારુતિ તેની Swift પર 45,000, Dzire પર 35,500 રૂપિયા, Ertiga પર 6,000 રૂપિયા, Baleno પર 31,000 અને Ciaz પર 61,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Kwid પર મળે છે આટલું ડિસ્કાઉન્ટ

રેનોની પ્રખ્યાત Kwid પણ 3 લાખની રેન્જમાં શામેલ છે. કંપનીની વેબસાઇટ અનુસાર, રેનોની KWID STD 0.8 ની પ્રારંભિક કિંમત 2,99,800 રૂપિયા છે. તેવી જ રીતે, તમે Kwid અને Datsunની કાર ખરીદવા માટે નાણાં ચૂકવણીની થોડી રકમ ચૂકવીને હપ્તા મેળવી શકો છો. ચુકવણીનો સમય 7 વર્ષ સુધીની હશે. આ સમયગાળા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાય છે.

 દક્ષિણ કોરિયાની કંપની Hyundai પણ પોતાના ગ્રાહકોને 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની  santro પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યારે Hyundai Grand i10 Nios પર 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. Hyundai Grand i10 પર પણ 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Hyundai Aura પર 70,000 રૂપિયા અને Elantra પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે.

આટલી હશે લોનની EMI

જો તમે ત્રણ લાખ રૂપિયા સુધીની કાર લોન પર ખરીદો છો અને કારની કુલ રકમમાંથી 80 % લોન (2.40 લાખ રૂપિયા) મેળવે છે, તો તમારે 8.5% વ્યાજ પર 7 વર્ષ માટે દર મહિને 3801 રૂપિયાની EMI ચૂકવવી પડશે. તેમજ 5 વર્ષની લોન લેવા પર EMI દર મહિને 4924 રૂપિયા થશે.
એવી જ રીતે, જો તમે સાત7 વર્ષ માટે 9.5 %ના દરે વ્યાજ ચૂકવો છો, તો તમારે દર મહિને 3923 રૂપિયા ચૂકવવા પડશે. ધ્યાન રાખો કે તમારે રૂ .2.40 લાખની લોન પર 89,495 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. 5 વર્ષના સમયગાળા માટે લોન લેવા પર, તમારે વ્યાજના રૂપે 62,427 રૂપિયાની કુલ રકમ ચૂકવવાની રહેશે. ત્યારે દર મહિનાની EMI 5040 રૂપિયા હશે.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!