GSTV

બાઈકનાં શોખીનો માટે ખાસ ઓફર! 5000થી ઓછી EMIમાં ઘરે લઈ જાવ 1.99 લાખ રૂપિયાની બાઈક

જેમ જેમ ભારતમાં તહેવારની સિઝન નજીક આવે છે તેમ, ઓટોમોબાઈલ કંપનીઓ ઉત્પાદનો પર સતત નવી ઓફરો લાવી રહી છે. હવે બાઇક નિર્માતા કંપની Benelli તેની લોકપ્રિય બાઇક Benelli Imperiale 400 માટે નવી ઓફર લઈને આવી છે. આ બાઇક BS6 મોડેલ પર ઉપલબ્ધ છે. આ ઓફર અંતર્ગત તમે આ બાઇકને ખૂબ ઓછી ઇએમઆઈ પર ખરીદી શકો છો.

શું છે ઓફર?

બેનેલી ઇમ્પીરિયલ 400 બાઇક હવે ખૂબ ઓછી EMI પર મળી રહી છે. BS6 એન્જિન વાળી આ બાઈક તમે ફક્ત, 4,999 રૂપિયાની EMI સાથે ઘરે લઇ જઇ શકો છો. આ બાઇક 85 ટકા સુધી ફાઇનાન્સ મેળવી રહી છે. આ બાઇકની પ્રારંભિક કિંમત 1.99 લાખ રૂપિયા છે. આ બાઇકને ઓનલાઇન અથવા ડીલરશીપ પર બુક કરવા માટે તમારે 6000 રૂપિયાની ટોકન મની ચૂકવવી પડશે. ભારતમાં આ કંપનીની પ્રથમ BS6 એન્જિનવાળી બાઇક છે જે જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી.

મળશે પાવરફુલ પર્ફોર્મેન્સ

બેનેલી ઇમ્પીરીયલ 400 બાઇકમાં BS6 કોમ્પ્લિઅન્ટ 374CC, સિંગલ-સિલિન્ડર, ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન છે. આ અપડેટ એન્જિન 6000rpm પર 21hp પાવર અને 3,500rpm પર 29Nm ટોર્ક જનરેટ કરે છે. બીએસ 6 એન્જિનનું પાવર અને ટોર્ક આઉટપુટ બીએસ4 એન્જિન જેટલું જ છે. બીએસ4 વર્ઝનમાં આ એન્જિન 5,500rpm પર 21hp પાવર અને 4,500rpm પર 29Nm ટોર્ક જનરેટ કરશે.

ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી

ઈમ્પીરીયલ 400 ને પહેલીવાર ઓક્ટોબર 2019 માં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની કિંમત 1.69 લાખ રૂપિયા હતી. કંપનીએ તેને આધુનિક-ક્લાસિક બાઇક ગણાવી. બેનેલીએ તેને રોયલ એનફિલ્ડની લોકપ્રિય બાઇક ક્લાસિક 350ની સ્પર્ધામાં ભારતીય બજારમાં લોન્ચ કરી હતી.

READ ALSO

Related posts

VIDEO: ‘દીયા ઔર બાતી હમ’ ફેમ દિપીકા સિંહે ‘છોગાળા તારા’ ગીત પર રમી રહી છે દાંડિયા

Pravin Makwana

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!