GSTV
Home » News » હજારોમાં મળી જશે લાખોની મોંઘી-મોંઘી કાર, આ જગ્યાએ કરો તપાસ

હજારોમાં મળી જશે લાખોની મોંઘી-મોંઘી કાર, આ જગ્યાએ કરો તપાસ

એક તરફ ભારતીય માર્કેટમાં એક-એકથી ચડિયાતી કારો લૉંચ થઈ રહી છે, ત્યાં સેકન્ડ હેન્ડ કારનું પણ ધૂમ વેચાણ થાય છે. સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં મારૂતિથી લઈને મર્સિડીઝ સુધીની બધી જ જૂની કાર સરળતાથી મળી જાય છે. હવે તમે જ વિચારો, લખો રૂપિયાની કાર તમને એક લાખ કે તેના કરતાં પણ ઓછી કિંમતે મળે અને તેની સાથે વોરંટી તો ખરી જ, તો સારું જ કહેવાય ને. જો તમે પણ આવી સેકન્ડ હેન્ડ કાર શોધી રહ્યા હોય તો, અમે તમને જણાવી રહ્યા છીએ, તમે ક્યાંથી ખરીદી શકો છો આવી કાર.

જો તમારું બજેટ 1 લાખ કે તેનાથી પણ ઓછું હોય તો, મહિંદ્રા ફર્સ્ટ ચોઇસ પર જઈ શકો છો. અહીં તમને તમારી જરૂરિયાત મુજબની સેકન્ડ હેન્ડ કાર સરળતાથી મળી રહેશે. જો તમે મહિંદ્રા મહિંદ્રા ફર્સ્ટ ચોઇસની વેબસાઇટ વિઝિટ કરતા હોય તો, up to 1 લાખનો ઓપ્શન સિલેક્ટ કરો, જેમાં તમને 1 લાખ સુધીની કાર જોવા મળશે. જેમાં મારૂતિની વેગન-આર અને હોન્ડા સિટી જેવાં મોડલ તમને 85000 સુધીમાં મળી જશે. અહીં કોઇપણ કારની વેલ્યૂ તેની કંડીશન અને વેરિએન્ડ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આ સિવાય ગ્રાહકો માટે EMI ની સુવિધા પણ આપવામાં આવે છે. તમે ઇચ્છો તો ટ્રેડ પર પણ સંપર્ક કરી શકો છો, જ્યાં તમને સેકન્ડ હેન્ડ કાર સરળતાથી બેસ્ટ પ્રાઇઝમાં મળી જશે. તાજેતરમાં જ એક દિલ્હીના રહેવાસીએ અહીંથી હુંડાઇની EON ખરીધી અને તેને ખૂબજ ગમી. Droom પર પણ તમને સેકન્ડ હેન્ડ કારના કેટલાક સારા ઓપ્શન્સ મળી રહેશે.

મહિંદ્રા ફર્સ્ટ ચૉઇસ, Droom કે કાર ટ્રેડ ની વેબસાઇટ પર જઈને તમે તમારી નજીકનાં લોકેશન પર આવેલઈ શોરૂમ્સની કાર જોઇ શકો છો અને બેસ્ટ ડીલ કરી શકો છો. દેશનાં મોટાં શહેરોમાં તમને તેનાં આઉટલેટ્સ મળી રહેશે. તમે ભાવ-તાલ પણ કરી શકો છો.

Related posts

83માં જન્મદિવસે અનોખી ઉજવણી, રિબડાના મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે

Mayur

જમ્મુ કાશ્મીરના પૂંછમાં IED બ્લાસ્ટ, એક જવાન શહીદ સાત ઘાયલ

Mayur

આકર્ષક કિંમત અને દમદાર ફિચર્સ Hyundaiની નવી SUV Venue લૉન્ચ, જાણો ખૂબીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!