GSTV
Home » News » 3,699 રૂપિયામાં તમારી થઇ જશે Bajajની બેસ્ટ સેલિંગ બાઇક, આપે છે 90 kmplની માઇલેજ!

3,699 રૂપિયામાં તમારી થઇ જશે Bajajની બેસ્ટ સેલિંગ બાઇક, આપે છે 90 kmplની માઇલેજ!

વર્ષ પૂરૂ થતાં પહેલાં દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપનીઓ પોતાના વાહનો પર બમ્પર ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. જો તમે પણ ઓછી કિંમતે અને બજેટમાં કમ્પ્યૂટર બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો તો બજાજ ઑટો તમારા માટે શાનદાર ઑફર લઇને આવી છે. કંપનીની આ બે બાઇક્સ CT 110 અને Platinaની ખરીદી પર 3200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો ચાલો તમને જણાવીએ શું છે ઑફર…

કમ્પ્યૂટર સેગમેન્ટમાં આ બંને બાઇક્સ ઘણી મશહૂર છે. ગત ઓક્ટોબર મહિનામાં કંપનીએ CT 110ના 61,483 યુનિટ્સ લેચ્યા હતા. સાથે જ આ મહિને પ્લેટિનાના કુલ 70,446 યુનિટ્સનું વેચાણ થયું હતુ. આ બંને બાઇક્સ કંપનીની બેસ્ટ સેલિંગ બાઇક્સની યાદીમાં પ્રથમ અને બીજા સ્થાને છે.

બજાજની ઑફર

તમે આ બાઇક્સને ફક્ત 3,699 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ફાઇનાન્સ કરાવી શકો છો. તેના ફાઇનાન્સ માટે કોઇ પણ પ્રોસેસિંગ ફી લેવામાં નહી આવે. આ ઉપરાંત આ બાઇક્સ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 5 વર્ષની ફ્રી સર્વિસિંગ અને 5 વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. જે તમારા સફરને વધુ સસ્તી બનાવશે. જો તમે ઓછા બજેટમાં શાનદાર માઇલેજ વાળી બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો આ બંને બાઇક્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

પર્ફોર્મન્સ

Bajaj Platina 110 H Gearમાં 115 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 7000 આરપીએમ પર 8.6 psનો પાવર અને 5000 આરપીએમ પર 9.81 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5-સ્પીડ ગિયરબૉક્સ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

નવી Bajaj CT 110માં પ્લેટિના 110vgx 115 CC DTS-i એન્જિન આપ્યુ છે. તેનું એન્જિન 8.6 bhpનો મેક્સિમમ પાવર અને 9.81 Nmનો પિટ ટૉર્ક જનરેટ કરે છે. તેમાં 4 સ્પીડ ગિયરબૉક્સ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

માઇલેજ

Bajaj platina 110 H Gear રસ્તા પર 84 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

દાવો કરવામાં આવે છે કે Bajaj CT 110માં 104 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે.

કિંમત

Bajaj Platina 110 H Gearના ડ્રમ વેરિએન્ટની એક્સ શૉરૂમ કિંમત 53,875 રૂપિયા છે. સાથે જ તેના ડિસ્ક વેરિએન્ટની એક્સ શૉરૂમ કિંમત 56,371 રૂપિયા છે.

Bajaj CT 110ની શરૂઆતની એક્સ શૉરૂમ કિંમત 39,994 રૂપિયા છે. જે 44,352 રૂપિયા સુધી જાય છે.

Read Also

Related posts

શિક્ષિકાના પતિએ જ લોખંડના તવીથાથી શિક્ષિકાની હત્યા કરી નાખી, પતિ બે બાળકો લઈ ફરાર

Mayur

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

Bansari

ગમખ્વાર રવિવાર : અમદાવાદ લીંબડી હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત, તો બગોદરા હાઈવે પર ડમ્પરે ત્રણના ભોગ લીધા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!