GSTV

હવે સિમકાર્ડ ખરીદવા માટે સ્ટોરના ધક્કા ખાવામાંથી મળશે છુટકારો, ઘરબેઠા જ થશે વેરિફિકેશન અને ડિલીવરી

કોરોનાકાળમાં હવે મોબાઇલ સિમ અથવા કાર્ડ બદલવા માટે કંપનીઓના આઉટલેટ્સમાં જવું જરૂરી રહેશે નહીં. સિમ ગ્રાહકો ઘરબેઠા જ આ માટેની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. સરકારે આ માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. દૂરસંચાર મંત્રાલય મોબાઇલ ગ્રાહકો માટે સંપર્ક વિનાની ચકાસણીની મંજૂરી આપી શકે છે.

એપ અને ઓટીપીથી થશે વેરિફિકેશન

હવે ન માત્ર સિમ ગ્રાહકોનું ઘરે બેઠા વેરિફિકેશન થશે, પરંતુ સિમ કાર્ડ ઘર પર જ ડિલીવર કરી દેવામાં આવશે. સિમ કાર્ડ ગ્રાહક વેરિફિકેશન માટે ઓનલાઈન પોર્ટલ પર પેપર આપવા પડશે. દસ્તાવેજ મળતા જ સિમ કાર્ડ ડિલીવર થઈ જશે. નવા નિયમો પ્રમાણએ એપ એને ઓટીપીની મદદથી ગ્રાહકોનું વેરિફિકેશન થશે.

કસ્ટમર એક્વિજીશન ફોર્મમાં લાગે છે

હાલના સમયે નવા સિમ લેવા માટે કસ્ટમરને કંપની રિટેલ આઉટલેટમાં જઈને પોતાની આઈડી અને એડ્રેસ પ્રૂફ આપવુ પડે છે. કંપનીઓ રિટેલ આઉટલેટમાં હાજર ગ્રાહકની તે સમયે ફોટો લઈને કસ્ટમર એક્વિજીશન ફોર્મમાં લાગે છે. તે બાદમા ફોર્મમાં જાણકારીઓ ભરવા અને ઓટીપી આપ્યા બાદ સિમ ગ્રાહકોને સિમ મળે છે.

કંપનીના રેવન્યૂ પર પડી રહ્યુ છે

કોરોના સંકટના કારણે ટેલીકોમ કંપનીઓની પણ મુશ્કેલી વધી ગઈ છે. લોકડાનના કારણે ફિજિરલ આઉટલેટ બંધ છે. તે પૂરી ક્ષમતાથી કામ કરી શક્યા ન હતા. સ્ટોર પર રિચાર્જિંગ ઓછુ થઈ રહ્યુ છે અને તેની અસર કંપનીના રેવન્યૂ પર પડી રહ્યુ છે. હાલમાં વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ બંનેનો ઘાટો આ કારણે વધ્યો છે.

વધુ મુશ્કેલ ઊભી થઈ

વોડાફોન આઈડિયાએ કહ્યુ છે કે, કોરોના સંકટ ચાલુ રહેશે તો, ટેલિકોમ કંપનીઓની આવક વધુ ઘટશે. ટેલિકોમ કંપનીઓ એજીઆર ચૂકવવા માટે ટ્રાઈના દબાવમાં છે. એવામાં સંકટ વધ્યુ તો વધુ મુશ્કેલ ઊભી થશે. વોડાફોન આઈડિયાએ તો છેલ્લા દિવસોથી કહ્યુ છે કે, એડીઆર બકાયા પર ટ્રાઈ પોતાના મત પર અડ્યો છે તો તેમને પોતાનો કારબાર સમેટી શકે છે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનની ચૂંટણીમાં 4 વખતથી પ્રમુખપદે રહેલા સમીર શાહના એકચક્રી શાસનનો અંત

Nilesh Jethva

રાજ કપૂર જીવતા હોત તો કરીના કપૂરની આ ઇચ્છા પૂરી થઈ હોત, જાણો ‘સિધ્ધિમા’ની ઇચ્છા

Ankita Trada

6 વર્ષમાં ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓએ ગુજરાત માટે શું કર્યું?, ખેડૂતોને મળ્યું માત્ર ફદિયું

Karan
Do NOT follow this link or you will be banned from the site!