બેસ્ટ ડીલ : આ 7 સીટર ‘સુપર કાર’ પર લાખોનું ડિસ્કાઉન્ટ, 1 લીટરમાં આપે છે 25KMની માઇલેજ

દેશની સૌથી મોટી કાર કંપની Maruti Suzukiએ કેટલાક મહીનાઓ પહેલા પોતાની નવી Ertiga MPVને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી હતી. નવી Maruti Ertiga માર્કેટમાં 7.44 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળી રહી છે. હવે દેશભરમાં મારૂતિ ડિલર્સ ભારતીય બજારમાં હાજર રહેલ Ertigaના જૂના મોડલ પર 1.08 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

જૂની Ertiga મોડલને ભારતમાં 2012માં લૉન્ચ કરવામાં આવી હતી અને આ Maruti Suzukiની પહેલી MPV પ્રોડક્ટ હતી. ઓટોકાર ઈન્ડીયાના રિપોર્ટ અનુસાર હવે ન્યુ જનરેશન Ertigaની લૉન્ચીંગ બાદ મારૂતિના ડીલર્સ જૂનો સ્ટોક ક્લિયર કરવા મોટુ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

Maruti Suzuki તરફથી ફર્સ્ટ જનરેશન Ertigaના ડીઝલ વેરિયન્ટ પર 1.08 લાખનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. 1.4 લીટર એન્જીન વાળા પેટ્રોલ વેરિયન્ટ પર 53,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે. તો બીજી બાજુ CNG મોડલ્સ પર 28,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ કરવામાં આવશે.

જુના મોડલની સરખામણીએ નવી Ertiga MPVને સંપુર્ણ પણે નવી ડિઝાઈન અને અનેક ફીચર્સ સાથે લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. નવા Ertiga હવે વધુ તાકતવર 1.5 લીટર પેટ્રોલ એન્જીન સાથે આવે છે. જને સૌથી પહેલા Ciaz સેડાનમાં આપવામાં આવ્યુ હતુ. નવા પેટ્રોલ એન્જીનમાં 105bhpનું પાવર અને 138Nm પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે સ્ટાન્ડર્ડ 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.

નવી Ertigaમાં ડીઝલ યૂનિટ જૂના જેવુ જ મળે છે. આ MPVમાં 1.3 લીટર એન્જીન મળે છે જે 90bhpનો પાવર અને 200Nm પિક ટોર્ક જનરેટ કરે છે. જો કે મારૂતિ હાલ નવી ઈન હાઉસ 1.5 લીટર ડીઝલ એન્જીન પર કામ કરી રહી છે, જે 1.3 લીટર યૂનિટને રિપ્લેશ કરશે. નવા 1.5 લીટર સૌથી પહેલા Ciazમાં આપવામાં આવેલ છે તે નવી Ertiga MPVમાં આપવામાં આવેલ છે.

સાથે જ તમને જણાવી દઇએ કે રિપોર્ટસ અનુસાર મારુતિ સુઝુકી એક નવા 6 સીટર પ્રિમિયમ Ertiga MPV પર પણ કામ કરી રહી છે. ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે 6 સીટર અર્ટિગાને ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે અને તેની કિંમત પણ ઘણી આકર્ષક રાખવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter