GSTV
Home » News » ફક્ત 1 રૂપિયામાં ખરીદો 1 કિલો દાળ અને 1 લીટર સરસોનુ તેલ, જાણો કેવીરીતે

ફક્ત 1 રૂપિયામાં ખરીદો 1 કિલો દાળ અને 1 લીટર સરસોનુ તેલ, જાણો કેવીરીતે

ઑનલાઇન શોપિંગનું માર્કેટ દિવસે-દિવસે વધી રહ્યું છે. એવામાં માર્કેટમાં પોતાનો દબદબો કાયમ રાખવા અને પોતાના ગ્રાહકોને વધારવા માટે કંપનીઓ એકથી વધીને એક ઑફર લઇને આવે છે. આવી જ એક ઑફર ફ્લિપકાર્ટ પણ લઇને આવી છે. ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકોને 1 રૂપિયામાં 1 કિલો દાળ અને કિલો ખાંડ ખરીદવાની ઑફર આપી રહ્યું છે. પરંતુ 1 રૂપિયામાં 1 લીટર  સરસોનું તેલ પણ ખરીદવાની તક આપી રહ્યું છે.

1 રૂપિયામાં મળશે 1 લીટર સરસોનું તેલ

ફ્લિપકાર્ટ દરેક સમયે-સમયે 1 રૂપિયાવાળા સેલનું આયોજન કરે છે. આવી જ એક સેલનું આયોજન ફ્લિપકાર્ટે ફરીથી કર્યુ છે. ફ્લિપકાર્ટની આ સેલમાં ગ્રાહકોને ઘરેલુ ઉપયોગના ઘણા સામાન પર શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટની આ ઑફર હેઠળ ઓટો, શેમ્પૂ, દાળ-ચોખા અને તેલ વગેરે જેવી ચીજ વસ્તુઓ સસ્તી કિંમતે ખરીદી શકે છે.

1 રૂપિયામાં ખરીદો આ સામાન

ગ્રાહકોને 1 રૂપિયામાં એક કિલો દાળ અન એક કિલો ખાંડ ખરીદવા માટે એક શરત પૂરી કરવી પડશે. આ શરત મુજબ, લોકોએ ઓછામાં ઓછા 599 રૂપિયાની શૉપિંગ કરવી પડશે. જો ગ્રાહક 599 રૂપિયાના સામાનની શૉપિંગ કરે છે તો ત્યારબાદ ગ્રાહક 1 રૂપિયામાં એક કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 લીટર સરસોનુ તેલ ખરીદી શકશે.

READ ALSO

Related posts

પ્રાંતિજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, સામાન્ય વરસાદમાં કેડસમા પાણી ભરાતા જનજીવન મુશ્કેલીમાં

Mansi Patel

વિશ્વના આ બન્ને દેશો બતાવશે ભારતની સત્તાવાર આ ચેનલ

Path Shah

બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઘરેથી મળી આવ્યો 80 લીટર દેશી દારૂના જથ્થો અને….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!