GSTV

સિંધુના કંગાળ દેખાવ માટે વ્યસ્ત કાર્યક્રમ જવાબદાર

ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ ઓગસ્ટ મહિનામાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે સિંધુ ભારતની એવી પહેલી બેડમિંટન ખેલાડી બની હતી, કે જે વર્લ્ડ ચેમ્પિયન બની હોય. જોકે ત્યાર બાદ સિંધુ મોટાભાગની ટુર્નામેન્ટમાં શરૃઆતના રાઉન્ડ્સમાં જ હારીને બહાર ફેંકાતી રહી છે. સિંધુના કોચ પુલેલા ગોપીચંદે કહ્યું છે કે, ભારતીય બેડમિંટન  સ્ટારના કંગાળ દેખાવ માટે વ્યસ્ત કાર્યક્રમ જવાબદાર છે.

ગોપીચંદે કહ્યું કે, સિંધુને છેલ્લી કેટલીક મેચોમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. મને ભરોસો છે કે, તે આગામી ટુર્નામેન્ટમા જોરદાર વળતો હૂમલો કરતાં સફળતા મેળવશે.  આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે સિંધુને સતત જુદા-જુદા ખંડોનો પ્રવાસ ખેડવો પડયો છે. તે પહેલા ચીન-કોરિયામાં મેચો રમી અને ત્યાર બાદ યુરોપ પહોંચી, જ્યાં તેને ડેનમાર્ક અને ફ્રાન્સમાં રમવાનું આવ્યું. આ પછી તે ફરી એશિયામાં પાછી ફરી અને ચીન તેમજ હોંગ કોંગમાં રમવા ઉતરી. આ પ્રકારનો પ્રવાસ ખેલાડીની ફિટનેસ અને રમત પર અસર કરે છે.

આવતા વર્ષે ટોકિયોમાં ઓલિમ્પિક રમવાના છે,ત્યારે ગોપીચંદે કહ્યું કે, અમારી નજર ટોકિયો પર છે. ભારતીય બેડમિંટન ટીમની તૈયારી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. મને લાગે છે કે, અમે ઝડપથી ક્વોલિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરીશું અને ત્યાર બાદ મેડલ તરફ આગેકૂચ કરીશું. હું આશા રાખુ છું કે, અમારા ખેલાડીઓને ઈજા ન થાય અને તેઓ આગવા ફોર્મ સાથે સ્પર્ધામાં ઉતરે તે જરુરી છે.

Read Also

Related posts

કોરોના વાયરસનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, વીડિયો કોન્ફરન્સથી થઈ સુનાવણી

pratik shah

સમગ્ર વિશ્વને ઝપેટમાં લેનાર કોરોનાનો આવી રીતે થાય છે ટેસ્ટ

Nilesh Jethva

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય, પેપર તપાસણી આ સમય સુધી સ્થગિત કરવા આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!