ઇડીએ મની લોન્ડ્રિંગ મામલે અનિલ અંબાણી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી સહિત એસ્સેલ જૂથના સુભાષ ચંદ્રા, જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ, ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવનને સમન ઇસ્યૂ કર્યું છે. આ તમામ લોકોને ગુરૂવારે ઇડીની મુંબઇ ઓફિસે હાજર થવા જણાવાયું છે.
યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરે આ જૂથોને લોન આપી હતી
યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરે આ જૂથોને લોન આપી હતી. જે બાદમાં બેડ લોન કે એનપીએમાં કન્વર્ટ થઇ ગઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે અનિલ અંબાણીએ અમુક વ્યક્તિગત કારણોથી હાજર થવાની છૂટ માંગી હતી. જે બાદ અંબાણીને ઇડી તરફથી નવું સમન ઇસ્યૂ કરીને નવી તારીખ આપી દીધી. અનિલ અંબાણીની કંપનીઓ દ્વારા યસ બેંક પાસેથી લેવામાં આવેલી લોનમાં 12 હજાર 800 કરોડ રૂપિયાની રકમ એનપીએ થઇ ગઇ છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં