GSTV
Home » News » જાણો ઈડીના દરોડા પર રોબર્ટ વાડ્રાએ શું આપ્યો જવાબ ?

જાણો ઈડીના દરોડા પર રોબર્ટ વાડ્રાએ શું આપ્યો જવાબ ?

ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડા પર રોબર્ટ વાડ્રાએ જવાબ આપ્યો છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ આવે છે-ની ડણક ચૂંટણી પરિણામોમાં દેખાઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓથી ઘેરાયેલા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યુ છે કે ગત પાંચ વર્ષથી તેમની હેરાનગતિ થઈ રહી છે. ઈડીના અધિકારીઓએ તેમના મંદિરને પણ તોડી નાખ્યું. વાડ્રાએ કહ્યુ છે કે તેઓ કાયદાથી ઉપર નથી. તેમણે દરેક નોટિસનો જવાબ આપ્યો છે.

સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ કહ્યુ છે કે આ મામલો ગત સાતથી આઠ વર્ષથી ચાલી રહ્યો છે. પરંતુ ગત પાંચ વર્ષમાં હેરાનગતિ વધી છે. અત્યાર સુધી તેમની પાસે આવેલી તમામ નોટિસોનો તેમણે જવાબ આપ્યો છે. ઈડીએ જે પણ સવાલ કર્યા. તેનો તેમણે સાચો જવાબ આપ્યો છે. તેઓ ભાગવના નથી. તેઓ આ દેશના નાગરીક છે અને અહીં જ રહેવાના છે.

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ કહ્યુ છે કે તેમને જે પણ કંઈ સહન કરવાનું છે. તેને તેઓ સહન કરી રહ્યા છે. પરંતુ તેમના પરિવારની પણ હેરાનગતિ થઈ રહી છે. ચિંતાના કારણે તેમના માતા તણાવમાં છે અને ગત ત્રણ દિવસથી હોસ્પિટલમાં છે. તેમની ઓફિસના તાળા તોડી નાખવામાં આવ્યા છે અને ઓફિસમાં ઉથલ-પાથલ મચાવવામાં આવી હતી. વાડ્રાએ કહ્યુ છે કે આ મામલો કોર્ટમાં છે. માટે તેઓ આના પર વાત કરવાને યોગ્ય માનતા નથી. તેઓ કાયદાથી ઉપર નથી. તેઓ દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છે. ઈડી જે પણ કંઈ કરી રહી છે, તે જબરદસ્તી છે.

વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર રોબર્ટ વાડ્રાએ કહ્યુ છે કે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. કોંગ્રેસ 2019માં પણ સારું પ્રદર્શન કરવાની છે. જો કંઈપણ મોદી સરકાર સાથે ખોટું બને છે. તો તેઓ તેમના નામનો ઉપયોગ કરે છે. મહત્વપૂર્ણ છે કે ઈડી તરફથી દિલ્હીના સુખદેવ વિહાર ખાતે રોબર્ટ વાડ્રાની ઓફિસમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઈડી દરોડાની કાર્યવાહી દરમિયાન લગભગ 16 કલાક સુધી વાડ્રાની ઓફિસોમાં રહી હતી. તેનો રોબર્ટ વાડ્રાએ જવાબ આપ્યો છે. આ દરોડાની કાર્યવાહી સંરક્ષણ સોદામાં કેટલાક લોકો દ્વારા કથિત લાંચ લેવા સાથે જોડાયેલા મામલાને લઈને કરવામાં આવી હતી.

Related posts

રાજકોટમાં પત્ની વીશે અભદ્ર ટિપ્પણી કરતા પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

Nilesh Jethva

ધોની કમાન્ડો લુકમાં થયા સ્પોટ, અંદાજ જોઈને ફેન પડ્યા આશ્વર્યમાં,VIDEO વાયરલ

Mansi Patel

અમદાવાદમાં સામાન્ય બાબતે એક યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવી દીધો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!