બોય તો સાહેબ આવો જે પોતાના ફાયદાની સાથે પોતાના કર્મચારીઓના ફાયદા માટે પણ વિચાર કરે. બ્રિટનના એક ઉદ્યોગપતિએ પોતાની કંપનીના પ્રોફિટ શેયર્સને પોતાના કર્મચારીઓમાં વહેંચી દીધા હવે તેમની કંપનીના મોટાભાગના કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. બિઝનેસમેનએ આ ત્યારે કર્યું જયારે કંપનીના શેયર્સ ઝડપથી ઉપર ગયા અને કંપનીને ઘણો નફો થયો.

આ કંપનીનું નામ છે ‘ધ હટ ગૃપ’. તેના મલિક છે મેથ્યુ મોલ્ડિંગ. મેથ્યુએ પોતાની કંપનીના નફામાંથી કંપનીના કર્મચારીઓમાં 830 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 8183 કરોડ રૂપિયાના શેરનું વિતરણ કર્યું હતું. તેણે બાય બેક સ્કીમ ચલાવી. તે તમામ કર્મચારીઓ માટે એક ઓપન સ્કીમ હતી.


આ સ્કીમનો લાભ એવા કર્મચારીઓને પણ મળ્યો હતો જેમણે કદી વિચાર્યું પણ ન હતું. કર્મચારીઓની પસંદગી તેમના મેનેજરો દ્વારા કરવામાં આવી હતી અને લિસ્ટ મેથ્યુને આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ કંપનીના ડ્રાઇવરોથી મેથ્યુના અંગત સહાયકને મળ્યો છે. મેથ્યુના અંગત મદદનીશ કહે છે કે તેને એટલી બધી રકમ મળી છે કે તે 36 વર્ષની વયે નિવૃત્તિ લઈ શકે છે.

બ્રિટીશ અખબાર સાથે વાત કરતાં મેથ્યુ મોલ્ડિંગે કહ્યું હતું કે હું સૌને પોતાની અને કંપનીનો નફો વહેંચવા માંગતો હતો. એટલે જ આ સ્કીમ મૂકી હતી. દરેકને અઢળક પૈસા મળ્યા છે. આ સમયે, ઘણા લોકો વેપાર સામે કઈંક ને કઈંક કહી રહ્યા હતા, પરંતુ મને વિશ્વાસ હતો કે શેયર્સ ઉપર જશે. કોઈ પણ પરેકટ નથી હોતું. પરંતુ આપણે બધાં ચોક્કસપણે નફો અને પૈસામાં ભાગ ઇચ્છીયે છીએ.

ધ હટ ગ્રુપ એ એક ઇકોમર્સ બિઝનેસ છે. મેથ્યુ મોલ્ડિંગને જિમિંગનાના શોખીન છે. ઘણા તંદુરસ્ત રહે છે. લેમ્બોર્ગીની ચલાવે છે. અને ખાસ કરીને પોતાની બ્રાન્ડના પ્રોટીન શેક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સ માટે જાણીતા છે. મેથ્યુને ઘણા બિઝનેસ એવોર્ડ મળ્યા છે. વિશ્વભરના ઘણા દિગ્ગજ નેતાઓ સાથે તેમનો પરિચય છે. મેથ્યુ પોતાની શાનદાર પાર્ટીઓ માટે પણ જાણીતા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત