GSTV

ખુશખબર / મોદી સરકારે વેપારીઓને મોટી રાહત આપી, હવે આ કામ માટે CA પાસેથી ઓડિટ કરાવવાની જરૂર નહીં પડે

Last Updated on August 1, 2021 by Zainul Ansari

વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારે મોટા વેપારીઓને મોટી રાહત આપી છે. હવે 5 કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કરદાતાઓ તેમના વાર્ષિક રિટર્નનું સ્વ-પ્રમાણિત કરી શકશે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)પાસેથી ફરજિયાત ઓડિટ ચકાસણી કરાવવાની જરૂર રહેશે નહીં.

GST

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ 2020-21 માટે 2 કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર સુધીના વાર્ષિક વેપારીઓને છોડી અન્ય તમામ એકમો માટે જારી વાર્ષિક રિટર્ન (GSTR-9/9A) દાખલ કરવું ફરજિયાત છે. બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ આ અંગે સૂચનાઓ જારી કરી છે.

આ સિવાય 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ GSTR-9C ફોર્મમાં સમાધાનની વિગતો રજૂ કરવી જરૂરી હતી. આ વિગતો ઓડિટ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચકાસવામાં આવે છે.

CBICએ એક નોટિફિકેશન દ્વારા GSTના નિયમોમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ વાર્ષિક રિટર્ન સાથે સ્વ-પ્રમાણિત સમાધાન વિગતો રજૂ કરવી પડશે. તેના માટે CA પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં.

હકીકતમાં સરકારે વ્યવસાયિક રીતે લાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી જીએસટી ઓડિટની જરૂરિયાતને સમાપ્ત કરી છે. હવે કરદાતાએ સ્વ-ચકાસણી કરીને વાર્ષિક રિટર્ન અને સમાધાનની વિગતો રજૂ કરવી પડશે.

તેમણે જણાવ્યું કે તેનાથી હજારો કરદાતાઓને અનુપાલન મોરચે રાહત મળશે પરંતુ વાર્ષિક રિટર્નમાં ઇરાદાપૂર્વક અથવા અજાણતા ખોટી વાતોનું જોખમ વધશે.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!