GSTV

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Last Updated on September 17, 2021 by Zainul Ansari

કોરોના રસીકરણને લઈ કચ્છના અબડાસા પ્રાંત-અધિકારીએ નવું ફરમાન જાહેર કર્યું છે. નલિયા સહિતના વિસ્તારોમાં લારી-ગલ્લા વાળા ધંધાર્થીઓને કોરોનાની રસી ફરજિયાત લેવા જણાવ્યું છે. અને કહ્યું કે રસી લેનાર ધંધાર્થી જ વ્યવસાય કરી શકશે. સરકારી રાશનની દુકાનદારોને પણ સૂચના આપી કે કોરોનાની રસી લીધી હોય તેમને જ રાશન આપવું. પ્રાંત-અધિકારીના ફરમાનથી લોકોમાં અસમંજસ ફેલાયું છે.

વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવા માટે AMCએ લીધો આ નિર્ણય

બીજી તરફ AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મનપા ના તમામ પરિસર માં મુલાકતિઓ પાસે  વેકસીન સર્ટી તપાસવામાં આવશે. AMTS – BRTS , કાંકરિયા લેક્ફ્રન્ટ , કાંકરિયા ઝુ , સાબરમતી રિવરફ્રન્ટ , લાઈબ્રેરી , સ્વિમિંગ પુલ , જીમખાના , સીટી સિવિલ સેન્ટર , સહિત તમામ બિલ્ડીંગ માં વેકસીન સર્ટી તપાસવામાં આવશે. વેકસીન નહિ લેનાર ને મનપા પરિસર માં તારીખ 20 સપ્ટેમ્બરથી પ્રવેશ પર લાગશે પ્રતિબંધ. વેક્સિનેશન મામલે તંત્રે સખ્ત નિર્ણય કર્યો છે. મહત્વનું છેકે અમદાવાદમાં અત્યાર સુધી 36.59 લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે…જ્યારે  16.44 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૫, વડોદરામાંથી ૩, ભાવનગર-વલસાડમાંથી ૨ જ્યારે અમરેલી-ગીર સોમનાથ-જામનગર-પોરબંદર-રાજકોટમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. સળંગ ૧૨માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નહોતું. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૫,૬૭૭ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે.

ગુજરાતમાં 22 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ મેગા વેક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. રાજય વ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે સિક્કા જામનગર ખાતેથી કરાવ્યો હતો. આજે રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યભરમાં 22.15 લાખ લોકોને રસી આપવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 1.50 લાખ કરતા વધુ લોકોને રસી આપવામાં આવી છે.

વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ  માટે આરોગ્ય વિભાગ ના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે. હજુ વધુ ને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે  સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.

ભારતમાં 2.30 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

ભારતે આજે રસીકરણની મેગા ડ્રાઈવ યોજી હતી. તેના પરિણામે આજે ભારતમાં પોણા નવ વાગ્યા સુધીમાં સવા બે કરોડ જેટલા રસીના ડોઝ અપાયા હતા. એ સાથે જ એક જ દિવસમાં સૌથી વધુ રસી આપવાનો ભારતે વિક્રમ નોંધાવ્યો હતો. આ પહેલા ચીને એક દિવસમાં 2.22 કરોડ ડોઝ આપ્યા હતા. જ્યારે ભારતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સવારથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 2.30 કરોડથી વધુ ડોઝ આપ્યા હતા. કેટલાક રાજ્યોમાં રસીકરણની પ્રક્રિયા મોડે સુધી ચાલી હતી.

Read Also

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!