GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

નવા ગવર્નર શક્તિકાંતદાસની નિમણૂંક બાદ શેયર બજારની સ્થિતિ રહી કંઇક આવી

શક્તિકાંત દાસને ભારતીય રીઝર્વ બેન્કના નવા ગવર્નર નિયુક્ત કર્યા બાદ શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ બુધવારે ૩૦૦ આંકથી વધારે ચાલી રહ્યો છે. બોમ્બેના શેયર બજાર આંક ૩૦ કંપનીઓના શેયર પર આધારિત સેન્સેક્સ ૩૨૪.૯૪ અંક એટલે કે ૦.૯૨ ટકા વધીને ૩૫,૪૭૪.૯૫ અંક પર ચાલી રહ્યો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનું નીફ્ટ ૯૮.૫૦ અંક એટલે કે ૦.૯૩ ટકા વધીને ૧૦,૬૪૭.૬૫ અંક પર ચાલી રહ્યો છે

બ્રોકર્સ અનુસાર, નવા ગવર્નરની પસંદગી બાદ રોકાણકારોના વચ્ચે ધારણા મજબુત બની. તેમને ઉમ્મીદ છે કે દેશમાં પ્રવાહિત મુદ્દાઓનું હવે સમાધાન કરશે, સાથે જ સાર્વજનિક ક્ષેત્રમાં બેન્કોની પણ મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે સોમવારે ઊર્જિત પટેલે અચાનક રાજીનામું આપ્યા બાદ મંગળવારે શક્તિકાંત દાસને આરબીઆઇના નવા ગવર્નર તરીકે પસંદગી કરવામાં આવી. તે દિવસે સેન્સેક્સ ૧૯૦.૨૯ અંક વધીને ૩૫,૧૫૦.૦૧ અંક પર અને નિફ્ટી ૬૦.૭૦ અંક વધીને ૧૦,૫૪૯.૧૫ અંક પર બંધ થયો હતો.

READ ALSO 

Related posts

ભૂમિ પૂજન પહેલા બોલ્યા અડવાણી, પુરૂ થઈ રહ્યું છે મારા દિલનું સપનુ, કાલનો દિવસ ઐતિહાસિક

Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ થઈ રહેલી રાજનીતિ મામલે આખરે આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

Nilesh Jethva

રામ મંદિર માટે સોમનાથથી નીકળેલી એલકે અડવાણીની રથયાત્રાના સાક્ષી બનેલા લોકોએ સંસ્મરણો વાગોળ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!