GSTV

ફાયદાની વાત: મામૂલી ખર્ચો કરીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે પાંચ લાખથી વધારેની આવક, સરકાર પણ આપશે 85 ટકાની સબ્સિડી

Last Updated on September 9, 2021 by Pravin Makwana

જો આપને નોકરી ખોવાનો ડર છે, અને આવક માટે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે અહીં આપના માટે શાનદાર આઈડીયા લઈને આવ્યા છીએ. આજે અમે અહીં આપને કૃષિ સંબંધિત બિઝનેસ આઈડિયા વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેમાં આપ ઓછા પૈસા લગાવીને પણ શરૂ કરી શકો છો. આપને જણાવી દઈએ કે, કૃષિ ક્ષેત્રનો એક એવો બિઝનેસ છે, જ્યાં નફો રળવાની અપાર સંભાવનાઓ છે. આ એક એવુ પ્રાઈવેટ ક્ષેત્ર છે, જેને મહામારી પ્રભાવિત કરી શકી નથી. દેશના જીડીપીમાં સૌથી વધારે યોગદાન ખેતીનું છે.

આજે અમે અહીં આપને મઘમાખી પાલન વિશે બતાવા જઈ રહ્યા છીએ. જેમાં આપ ઓછા પૈસા લગાવીને તેને શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં આપ મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. આ બિઝનેસની ખાસ વાત એ છે કે, તેને શરૂ કરવામાં સરકાર પાસેથી આપને સબ્સિડી પણ મળે છે. તો આવો જાણીએ આ શાનદાર બિઝનેસ વિશે…

શું છે મધમાખી ઉછેર

મધમાખી ઉછેર એક એવો બિઝનેસ છે, જેમાં મોટી સંખ્યામાં લોકો કમાણી કરી શકે છે. આ એક ઓછો ખર્ચીલો ઉદ્યોગ છે.આ એક એવો રોજગાર છે, જેા સમાજના દરેક વર્ગના લોકો તેનો લાભ લઈ શકે છે. મધમાખી ઉછેર કૃષિ તથા બાગાયતી ઉત્પાદન વધારવાની ક્ષમતા પણ ધરાવે છે. તેને તેની આદત અનુસાર કૃત્રિમ ગ્રહમાં ઉછેરીને તેની વૃદ્ધિ કરી શકાય છે. આ વિસ્તારે એકદમ પ્રકૃતિ પર નિર્ભર માનવામાં આવે છે. પણ જ્યારે ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રયોગ થયા છે, ત્યારથી કૃષિ ક્ષેત્ર એક બહુ મોટો અને વિશાળ ક્ષેત્ર બની ગયો છે. તેને કોઈ પણ વ્યક્તિ શરૂ કરી શકે છે.

કેવી રીતે કરશો આ બિઝનેસ

સૌથી પહેલા આપ પોતાની મધમાખી કોલોની બનાવા માટે પ્રખ્યાત મઘમાખી પાલક સંઘ પાસેથી તમામ જાણકારી લઈ લો.

ક્ષેત્રીય મધમાખી રોગો, અન્ય કીટ જે મઘમાકીને પ્રભાવિત કરી શકે છે. નવા મઘમાખી ઉછેર માટે સામાન્ય સમર્થનની જાણકારી વિશે જાણી લો.

હાલની મધમાખીઓના સ્થાન અને આપના વિસ્તારમાં ખાસ કરીને ઉત્પાદિત મધના પ્રકારો વિશે પુછપરછ કરો.

આપે સૌથી પહેલા જે કામ કરવાનું છે, તે છે આપના પાક બાદ પોતાના મધમાખી પાલન કાર્યનું મૂલ્યાંકન કરો. એટલા માટે યોજના બનાવામાં કોઈ પણ બિઝનેસ મોડલનું એક મહત્વનું પાસુ છે. આપની મધમાખીઓની તપાસ કરાવો.

આપના ખર્ચાની સરખામણી પોતાના મધ અને મોમ સાથે કરો. એ નક્કી કરી લેવુ જોઈએ કે, આપની મધમાખીની આપૂર્તિનો વિસ્તાર કરવો જોઈએ, જેથી બજારમાં તેનો ઔર વધારો થઈ શકે.

તેને શરૂ કરતા પહેલા આપ શહેરના કાઉન્ટી કલાર્ક કાર્યાલયથી બિઝનેસ લાઈસન્સ લઈ શકો છો. સાથે ત્યાં આપ અન્ય પરમિટ વિશે પૂછપરછ કરી શકો છો.

આપના મધમાખી સંબંધિત ઉત્પાદનના વેચાણ વિસે લાયસન્સ સંબંધમાં પોતાના રાજ્યના રેવન્યૂ વિભાગનો સંપર્ક કરીને રાજ્ય મધમાખી પાલન કાયદા વિશે કૃષિ વકીલ પાસે પુછપરછ કરો.

જાણો કેવુ છે તેનું માર્કેટ

મધની સાથે અન્ય ઉત્પાદન છે, જેનું આપ ઉત્પાદન કરી શકો છો, જેમ કે, બીઝવૈક્સ, રોયલ જેલી, પ્રોપોલિસ અથવા મધમાખી ગુંદ, મધમાખી પરાગ. આ તમામ પ્રોડક્ટ્સ માણસો માટે ખૂબ જ ફાયદાકારક છે. બજારોમાં તે ખૂબ મોંઘુ મળે છે. માર્કેટમાં તે ખૂબ ડિમાડીંગ છે. આ રહી તેની માર્કેટ વેલ્યૂ…

મધ-અમુક ઓર્ગેનિક મઘની કિંમત વધારે હોય છે. પણ મોટા ભાગના મઘ 699 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં મળી જાય છે.

મધમાખીનું મીણ- આ મધમાખીઓ દ્વારા બનાવામાં આવેલા એક વાસ્તવિક કાર્બનિક મીણ છે. બજારમાં તેની સરેરાશ કિંમત 300થી 500 રૂપિયા પ્રતિ કિલો છે. રિપોર્ટ્સ્માં જણાવ્યા મુજબ મધમાખીના એક ડબ્બા અથવા ડબ્બામાં 50થી 60 હજાર મધમાખીને રાખી શકાય છે. તેમાં એક ક્વિંટલ સુધી મધ ઉત્પાદન કરી શકાય છે.

મધમાખી પાલન પર 85 ટકા સબ્સિડી

આપને જણાવી દઈએ કે, ભારત સરકારના કૃષિ વિભાગે મધમાખી પાલન માટે એક કેન્દ્રીય યોજના શરૂ કરી છે. આ યોજનામાં આ સેક્ટરને વિકસિત કરવા, પ્રોડક્ટિવિટી વધારવા, લોકોને જાગૃત કરવા માટે અભિયાન ચલાવ્યા. કેમ કે દેશમાં તેનાથી મહિલાઓને પણ રોજગારી મળે છે. આપ નજીકના મધમાખી બોર્ડ કાર્યાલયમાં જઈને તેની મદદ લઈ શકો છો. અથવા તો વેબસાઈટ પરથી પણ તેના વિશે વધુ વિગતો જાણી શકો છો. આપને જણાવી દઈએ કે, સરકાર મધમાખી પાલન પર 80થી 85 ટકા સુધીની સબ્સિડી આપે છે. આ વ્યવસાયને શરૂ કરીને આપ પણ તેનો લાબ લઈ શકો છો.

કેવી રીતે થશે મોટી કમાણી

  • આપ આ બિઝનેસને ઓછા રોકાણ સાથે શરૂ કરી શકશો. જેમાં આપને દર મહિને પાંચ લાખ સુધીની આવક થશે.
  • બજારમાં મધની કિંમત- 500 રૂપિયા તો માની લો કે, પ્રતિ બોક્સમાંથી 1000 કિલો મધનું ઉત્પાદન થાય છે. આવી રીતે આપ પાંચ લાખ સુધીની આવક મેળવી શકો છો.
  • માની લો કે આપ 50 કોલોની બનાવો છો, કુલ આવક- 2, 5000000 રૂપિયા (2 કરોડ) થશે.

READ ALSO

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!