GSTV
Home » News » ખેતીમાં દર મહિને ચોખ્ખા 2 લાખ રૂપિયાની કમાણી કરતો ખેડૂત, સફળતાનું આ છે કારણ

ખેતીમાં દર મહિને ચોખ્ખા 2 લાખ રૂપિયાની કમાણી કરતો ખેડૂત, સફળતાનું આ છે કારણ

આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય એટલે કે આપણને કંઇક નવું કરવાની આપણા મનમાં ઇચ્છા હોય તો નવું કરી શકીએ છીએ. ખેતીની વાત કરીએ તો બિહારના મધુબની જિલ્લાના એક ખેડૂતની વાત છે જે દર મહીને બે લાખની કમાણી કરી શકે છે. તેને વર્ષે પ૦ લાખની આવક થાય છે તેની સામે તેમને રપ લાખનો ખર્ચ થાય છે આમ તેની વર્ષે ચોખ્ખી રપ લાખની આવક છે એટલે કે દર મહીને તેની બે લાખની આવક છે.

આ માટે તેનું રાજય સરકાર તરફથી કેટલીય વખત સન્માન પણ કરવામાં આવ્યું છે.  અશોકકુમાર પહેલા મચ્છી બીજ ઉત્પાદન કરતા હતા પણ તેમણે ખેતીમાં કંઇક નવું કરવાનું નકકી કરી શરૃ કરી નવા જમાનાની સંકલિત ખેતી.આ ખેતીમાં પાક ઉત્પાદન સાથે ઘેટા બકરા પાલન, ફળ શાકભાજી ઉત્પાદન, મચ્છી પાલન કરવામાં આવે છે જેમાં આ તમામ એક બીજાના પૂરક બની રહે છે.

storm damaged crops

આવું કરવાથી ખેડૂત ઉત્પાદનમાં ઘણો વધારો કરી શકે છે અને આવક પણ સહેલાઇથી વધારી શકાય છે.  અશોકકુમાર સિંહ પોતાના વડવાઓની જમીન ઉપર અલગ અલગ પાક ઉગાડવા ઉપરાંત બગીચા, પશુપાલન અને મચ્છી પાલન કરી રહ્યા છે અને તેનાથી સારી એવી આવક મેળવે છે.

પરંપરાગત ખેતી કરવાને બદલે કંઇક નવી કરવાની તેની આ પહેલ દેશના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૃપ બની છે. તે મુખ્યત્વે મચ્છી બીજ તૈયાર કરી વેચે છે અને સાથે સાથે પ એકરમાં ધાન્ય અને ઘઉં ઉગાડે છે. દોઢ એકરમાં બટેટા અને શાકભાજીની ખેતી સાથે સાથે મચ્છી પાલન પણ કરે છે.તે તળાવની પાળી ઉપર વેલાવાળા શાકભાજીની ખેતી કરે છે. પશુના છાણથી ગોબરગેસ અને વર્મી કંપોસ્ટ(કુદરતી ખાતર) બનાવે છે.

વર્ષ પ૦ લાખની આવકઃ

અશોકકુમાર કહે છે કે તેના તમામ સ્ત્રોતમાંથી તેને કુલ લગભગ પ૦ લાખની આવક થાય છે જેમાંથી તેને વર્ષે રૃ.રપ લાખ જેવો ખર્ચ થાય છે એટલે તેને દર વર્ષે રપ લાખની ચોખ્ખી બચત થાય છે.

Read Also

Related posts

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીઓ આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!