GSTV

વ્યવસાયની ઉત્તમ તક / રેલવે સાથે જોડાઈને શરૂ કરો બિઝનેસ, ઓછા પૈસામાં કરો મોટી કમાણી

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

કોવિડ -19 ને કારણે બંધ થયેલી ટ્રેનો હવે ફરી એક વખત ટ્રેક પર દોડી રહી છે. ટ્રેન સેવા શરૂ થયા બાદ વ્યવસાયની તકો પણ વધી છે. જો તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે ભારતીય રેલવે સાથે જોડાઈને નફાકારક વ્યવસાય શરૂ કરી શકો છો. તમે રેલવેને ઉત્પાદનો વેચીને કમાણી કરી શકો છો.

MONEY

ખરેખર, ભારતીય રેલવે વાર્ષિક રૂ .70,000 કરોડથી વધુની પ્રોડક્ટ ખરીદે છે. તમે રેલવેને તેમની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનો સપ્લાય કરીને કમાણી કરી શકો છો. રેલવે સાથે વ્યવસાય કરવા માટે, તમારે પહેલા નોંધણી કરાવવી પડશે. તમે https://ireps.gov.in અને https://gem.gov.in વેબસાઇટ પર જઈને નોંધણી કરાવી શકો છો.

આ રીતે તમને વ્યવસાયની મળશે તક

મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ, 50 ટકાથી વધુ સ્થાનિક ઉત્પાદનો ધરાવતા સપ્લાયર્સ જ રેલવે વેગન, ટ્રેક અને એલએચબી કોચના ટેન્ડરમાં ભાગ લઇ શકશે. તે જ સમયે, ‘વંદે ભારત’ ટ્રેન સેટ માટે 75 ટકા ઇલેક્ટ્રિક સામાન મેક ઇન ઇન્ડિયા હેઠળ ખરીદવામાં આવશે.

બજારમાં સૌથી સસ્તો માલ સપ્લાય કરતી કંપની પાસેથી રેલવે કોઈ પણ પ્રોડક્ટ ખરીદે છે. આવી સ્થિતિમાં, તમારે કોઈ પણ કંપની અથવા બજારમાંથી સરળતાથી અને સસ્તા દરે મળી શકે તેવી પ્રોડક્ટ શોધવી પડશે. તમારી કિંમત અને નફાના આધારે ટેન્ડર દાખલ કરો. તમારા દર સ્પર્ધાત્મક હોવા જોઈએ તો જ તમારા માટે ટેન્ડર મેળવવું સરળ રહેશે.

આ ડિસ્કાઉન્ટ મળશે

રેલવે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યું છે. MSME ને રેલવેના કોઈપણ ટેન્ડરની કિંમતના 25 ટકા સુધીની ખરીદીમાં 15 ટકા પ્રાથમિકતા મળે છે. આ સિવાય નાના ઉદ્યોગો માટે EMD અને સિક્યોરિટી ડિપોઝિટ જમા કરવાની શરતોમાં પણ રાહત આપવામાં આવી છે.

નવા રજીસ્ટ્રેશનની જરૂર નથી

જો કોઈ સપ્લાયર રેલવેની કોઈપણ એક એજન્સીમાં પ્રોડક્ટના સપ્લાય માટે રજીસ્ટ્રેશન કરાવે છે, તો તે સમગ્ર રેલવેમાં પ્રોડક્ટના સપ્લાય માટે રજીસ્ટ્રેશન તરીકે ગણવામાં આવશે. નવા રજીસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં. એકવાર રજીસ્ટ્રેશન કરાવીને, તમે રેલવે સાથે વ્યવસાય શરૂ કરી શકો છો.

ALSO READ

Related posts

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari

પરીવહન મંત્રીએ ઉઠાવ્યો સવાલ – નાની અને સસ્તી કારમાં માત્ર 2-3 એરબેગ્સ, અમીરો માટે 8 કેમ?

Vishvesh Dave

Labour Code : લેબરકોડનો અમલ ચાલુ નાણાકીય વર્ષમાં થવાની શક્યતા ઓછી, જાણો કયા છે કારણો ?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!