GSTV

Business Idea: દર મહિને કમાવા માંગો છો 5થી 10 લાખ રૂપિયા? તો આજે જ શરૂ કરો આ સોલિડ બિઝનેસ

Last Updated on November 24, 2021 by Pritesh Mehta

શું તમે પણ 9 થી 5ની ફિક્સ પગારની નોકરી કરી કરીને કંટાળી ગયા હોવ અને કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગો હોવ તો આજે અમે તમને એક એવો બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત તમે કોઈપણ સ્થળે એટલે કે નાના ગામડાથી લઈને મોટા શહેરમાં શરૂ કરી શકો છો અને તેનાથી જોરદાર કમાણી પણ થઇ શકે છે. આ બિઝનેસ કરીને તમે દર મહિને આસાનીથી 5થી 10 લાખ રૂપિયાની બમ્પર કમાણી કરી શકો છો.

બિઝનેસ

વાસ્તવમાં, છેલ્લા કેટલાંક સમયથી કાર્ડબોર્ડ બોક્સની માંગ સતત વધી રહી છે. દરેક નાના-મોટાથી લઈને મોટા સામાનના પેકીંગ માટે તેની જરૂર પડે છે, તેની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે દર મહિને તેની માંગ રહેતી હોય છે. જણાવી દઈએ કે આ બિઝનેસને મંદીની ઘણી ઓછી અસર થાય છે. ઓનલાઇન બિઝનેસમાં તેની સૌથી વધુ જરૂરિયાત રહે છે.

જાણો શું છે કાર્ડબાર્ડ

આ મોટા કવર કે જે બાંધવાના કામમાં આવે છે અથવા બીજા સરળ શબ્દોમાં કહીયે તો પુસ્તકો પર જે કવર ચઢાવીએ છીએ તેવા મોટા જાડા કાગળને કાર્ડબોર્ડ કહે છે. તેના માટે કાચા રૉ મટીરિયલની વાત કરીયે તો આ બિઝનેસ શરૂ કરવા માટે ક્રાફટ પેપરની સૌથી વધુ જરૂર પડે છે. તેની બજારમાં કિંમત લગભગ 40 રૂપિયા કિલો હોય છે. જેટલી સારી ક્વોલિટીનું ક્રાફટ પેપર યુઝ કરશો તેટલી જ સારી ક્વોલિટીના કાર્ડબોર્ડ બનશે.

જગ્યા અને મશીનની પડશે જરૂર

આ ધંધો શરૂ કરવા માટે તમારી પાસે લગભગ 5000 વર્ગ ફુટની જગ્યા હોવી જરૂરી છે. તેના માટે પ્લાન્ટ લગાવવો પણ જરૂર છે. તેની સાથે જ લાલ રાખવા મારે ગોડાઉનની પણ જરૂર પડે છે. આ બિઝનેસ વધુ ભીડ વળી જગ્યાએ શરૂ ન કરો. તેના માટે તમારે 2 પ્રકારના મશીનની જરૂર પડશે. એક સેમી ઓટોમેટિક મશીન અને બીજી ફોલ્લી ઓટોમેટિક મશીન બંનેમાં જેટલો રોકાણનો ફર્ક છે તેટલો જ તેના કદ-આકારનો પણ ફેર છે.

જાણો કેવી રીતે કરશો બમ્પર કમાણી

કોરોના કાળમાં આ બિઝનેસની ડિમાન્ડમાં ઘણો જ વધારો થયો છે. આ બિઝનેસમાં પ્રોફિટ માર્જિન ઘણું જ વધુ છે, જો આ બિઝનેસની સારી રીતે માર્કેટિંગ કરવામાં આવે અને સારા ગ્રાહકો બનાવો છો તો આ બિઝનેસને શરૂ કરીને દર મહિને 5થી 10 લાખ રૂપિયાની કમાણી સરળતાથી કરી શકો છો.

જાણો કેટલું કરવું પડશે રોકાણ

રોકાણની વાત કરો તો તે તમારા પર નિર્ભર કરે છે કે તમે આ બિઝનેસના નાના સ્કેલ પર શરૂ કરવા માંગો છો કે લાર્જ લેવલ પર. જો તમે મોટા લેવલ પર આ બિઝનેસની શરૂઆત કરવા માંગો છો તો તેના માટે તમારે 20 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. તો, ફુલ્લી ઓટોમેટિક મશીનો દ્વારા કરો તો તેના પર અંદાજિત 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!