GSTV
Home » News » PNB કૌભાંડને સોલ્વ કરશે આ 84 વર્ષિય સીએ

PNB કૌભાંડને સોલ્વ કરશે આ 84 વર્ષિય સીએ

પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેન્કમાં અબજો રુપિયાના કૌભાંડની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે ત્યારે સરકારી એજન્સીઓ અને ઓથોરિટીઝ સામે પણ સવાલો ઉઠ્યા છે. પીએનબી કૌભાંડ સામે આવ્યાના થોડાક દિવસો પછી કેન્દ્રીય રિઝર્વ બેન્કે 84 વર્ષના સીએ યેઝ્દી હિરજી માલેગમની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે.

RBIના પૂર્વ ગવર્નર એમ. નરસિમ્હાએ એક વાર કહ્યું  હતુ કે જ્યારે દેશ સમક્ષ કોઈ મોટી સમસ્યા આવે છે તો તેના જવાબમાં કમિટી બનાવવામાં આવે છે. RBI માટે પણ આ નિયમ લાગુ પડે છે. જ્યારે પણ બેન્કિંગમાં કોઈ મોટું સંકટ આવે છે તો RBI  કમિટી બનાવે છે. પીએનબી કૌભાંડ બાદ પણ આરબીઆઇએ આવુ જ કર્યું છે. આરબીઆઇ દ્વારા સીએ વાય.એચ. માલેગમની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે. આ કમિટીનું કામ સંભવિત ફ્રૉડના ખતરાની ઓળખ સિવાય બેન્કોના NPA પર નજર રાખવાનું રહેશે.

2016 સુધી માલેગમ RBI બોર્ડના સભ્ય રહી ચુક્યા છે. તેમણે સૌથી લાંબા સમય સુધી કેન્દ્રીય બેન્કને પોતાની સર્વિસ આપી છે.

જો કે કેટલાક બેન્કર્સે આ કમિટી સામે જ સવાલ ઉઠાવ્યા છે. બેન્કર્સનું કહેવું છે કે માલેગમ RBIમાં પોતાના પ્રભાવને એન્જોય કરે છે. તેઓ બેન્ક રેગ્યુલેટર RBIની કાર્યપ્રણાલીમાં ટ્રાન્સપરન્સી લાવવાના સમર્થક નથી રહ્યા. જ્યારે તે રિઝર્વ બેન્કના ફાઈનાન્શિયલ સેક્ટર લેજિસ્લેટિવ રિફોર્મ્સ કમિસનના નૉમિની હતા, ત્યારે તેમણે RBIના કેપિટલ પર કંટ્રોલનો બચાવ કરતાં નોટ લખી હતી. માલેગમ અન્ય એવી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. જે હિતોના ટકરાવનું કારણ બની શકે છે. તે અનેક વર્ષો સુધી રેટિંગ એજન્સી CAREની રેટિંગ્સ કમિટીના હેડ રહી ચુક્યા છે. આ એજન્સી ગીતાંજલી જેમ્સ અને નીરવ મોદી ગ્રુપની ફર્મ્સ તરફથી ઈશ્યુ કરવામાં આવેલા પેપર્સની રેટિંગ પણ કરી ચુકી છે.

Related posts

બિહારમાં બળવાનો સૂર, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે તો આરજેડી તુટી જશે

Nilesh Jethva

સ્વિસ બેન્કે 11 ભારતીય ખાતાધારકોના નામો કર્યા જાહેર, જાણો તેમના નામો

Kaushik Bavishi

બાબા રામદેવનો મિલ્ક માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ, 4 રૂપિયા સસ્તું આપશે દૂધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!