GSTV

સબસિડીનો લાભ મેળવવા LPG કનેક્શનને જલ્દી આધારકાર્ડ સાથે કરો લિંક, અહીં જાણો સૌથી સરળ રીત

Last Updated on July 2, 2020 by pratik shah

સરકારની પ્રત્યક્ષ લાભ અંતરણ યોજના હેઠળ, પ્રત્યેક સિલેંડર પર સબ્લિડીની રકમ સીધી ઉપભોક્તાના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. જો ઉપભોક્તાના બેન્ક આ સુવિધાનો લાભ મેળવવા માગે છે તો, તેમને તેમના આધારને LPG કનેક્શનની સાથે જોડવુ જરૂરી છે. એવી ઘણી રીત છે જેના માધ્યમથી LPG કનેક્શનથી આધારને જોડી શકાય છે. જેમ કે, ઓનલાઈન, કોલ કરીને, આઈવીઆરએસ દ્વારા અથવા SMS મોકલીને પણ કરવામાં આવી શકે છે. Covid-19 દરમિયાના દરેક વ્યક્તિ ભીડથી બચવા માગે છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, કેવી રીતે આધારને ઘર બેઠા LPG કનેક્શન સાથે લિંક કરી શકાય છે.

આધારને લિંક કરવા માટે તમે આ સરળ સ્ટેરપ્સને ફોલો કરવા પડશે

  • તમારા મોબાઈલ નંબરને ઈંડેન ગેસ કનેક્શનથી રજિસ્ટર કરાવો.
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર જઈને rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx.આ લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક ફોર્મ ખુલશે જેમાં બધી જ જરૂરી જાણકારી ભરો.
  • બેનિફિટ ટાઈપમાં LPG કનેક્શન ભારત ગેસ કનેક્શન માટે BPCL અને ઈંડેન ગેસ કનેક્શન માટે IOCL ભરો.
  • ડ્રોપ-ડાઉન લિસ્ટથી ‘વિતરકનુ નામ’ પસંદ કરો અને LPG ઉપભોક્તા સંખ્યા દાખલ કરો.
  • મોબાઈલ નંબર, ઈમેલ, એડ્રેસ અને આધાર નંબર ભરો બાદમા ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક OTP આવશે તેને નાખો.
  • સંબંધિત અધિકારી દ્વારા ચકાસણી કર્યા પછી લિંક થવાની જાણકારી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આપી દેવામાં આવશે.

આધારને LPG કનેક્શન સાથે SMS થી લિંક કરવાની રીત

  • જો SMS ના માધ્યમથી આધારને LPG કનેક્શન સાથે લિંક કરવા માગો છો તો, સૌ પ્રથમ તમારે તે જોવુ પડશે કે, મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે કે નહી.
  • LPG વિરરણની પાસે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવો અને ફરી રજિસ્ટર્ડ નંબરથી એક SMS મોકલો.
  • પોતાના ડીલરનો નંબર જાણવા માટે તમારે આ પહેલાની પ્રક્રિયામાં ડીલરનો નંબર જાણી શકો છો.
  • આધારને LPG કનેક્શન સાથે જોડવા માટે ઈંટરએક્ટિવ વોયસ રિસ્પાંસ સિસ્ટમ (IVRS) નો પણ ઉપયોગ કરી શકાય છે. પ્રત્યેક જિલ્લામાં એક અલગ IVRS છે અને ગ્રાહક કંપની દ્વારા પ્રદાન કરવામાં આવેલી યાદી પોતાના સંબંધિત જિલ્લા માટે નંબર પ્રાપ્ત કરી શકો છો.

READ ALSO

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!