GSTV

બેસ્ટ આઇડિયા/ લાયસન્સ કે પ્રમાણપત્ર વિના ઓછા ખર્ચે સ્ટાર્ટ કરો આ બિઝનેસ, બસ થોડી મહેનત અને લાખોમાં થશે આવક

બિઝનેસ

Last Updated on October 28, 2021 by Vishvesh Dave

Profitable Business Idea: જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, જેમાં તમે ઓછા રોકાણથી સારી એવી આવક મેળવી શકો છો અને તે દરેક સિઝનમાં ચાલે. તો અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ. આજકાલ દરેક શહેરમાં આ બિઝનેસ ખૂબ ડિમાન્ડ છે. આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે માત્ર 8 થી 10 હજાર રૂપિયાની જરૂર પડશે. આ બિઝનેસ માટે તમારે કોઈ લાયસન્સ અથવા સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં અને તમે તેને તમારા ઘરેથી શરૂ કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ ટિફિન સર્વિસ બિઝનેસની. ચાલો તમને આ બિઝનેસ વિશે વિગતે જણાવીએ.

બિઝનેસ

ઘણો ડિમાન્ડમાં છે આ બિઝનેસ

આજકાલ લગભગ દરેક શહેરમાં ઘણા વિદ્યાર્થીઓ અને કામદારો રહે છે, જેમને ટિફિન સર્વિસની જરૂર છે. લોકો કામ અને અભ્યાસના સિલસિલામાં તેમના ઘરથી દૂર રહે છે. આવા લોકો ઇચ્છે છે કે તેઓ ઓછા ભાવે સારું અને ઘર જેવુ ભોજન મેળવી શકે. તમે આ બિઝનેસ દ્વારા આવા લોકોની માંગ પૂરી કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ બિઝનેસમાં માઉથ-પબ્લિસિટી વધુ સફળ છે. આવી સ્થિતિમાં ટિફિન બિઝનેસ તમારા માટે નફાકારક સોદો બની શકે છે.

બિઝનેસ

આટલા રોકાણમાં બિઝનેસ શરૂ થશે

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે કોઈ મોટી જગ્યાની જરૂર નથી, તમે તેને તમારા ઘરના રસોડાથી શરૂ કરી શકો છો. શરૂઆતમાં, તમે 8 થી 10 હજાર રૂપિયા ખર્ચ કરી શકો છો. પરંતુ થોડા દિવસોમાં તમને સારી આવક મળવા લાગશે. આ બિઝનેસ તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભોજન પર નિર્ભર છે, જો ભોજનની ગુણવત્તા સારી હશે તો તમારો બિઝનેસ સારી રીતે ચાલશે.

આટલી થશે આવક

આ બિઝનેસની સૌથી સારી બાબત એ છે કે કોઈપણ તેને શરૂ કરી શકે છે. ઘરેલું મહિલાઓ પણ આ બિઝનેસ સરળતાથી ઘરે બેઠા શરૂ કરી શકે છે. જો લોકોને તમારુ ભોજન પસંદ હોય તો તમે દર મહિને 1 થી 2 લાખ રૂપિયા કમાઈ શકો છો. આજકાલ ઘણી સ્ત્રીઓ આ બિઝનેસ ઘરેથી કરી રહી છે અને કમાણી કરી રહી છે.

Read Also

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!