GSTV

ખુશખબર/ 10 હજાર રૂપિયાના રોકાણમાં થઈ શકે છે ખેતી, પ્લાનિંગ કરશો તો દર મહિને થશે 2 લાખ રૂપિયાથી વધુની આવક

Last Updated on July 5, 2021 by Karan

જો તમે કોઈ નોકરી કરવા માંગતા નથી અથવા ઘરે બેસીને વધુ પૈસા કમાવવા માંગો છો તો તમારા માટે ખેતી ઉત્તમ વિકલ્પ છે. આ શરૂ કરવા માટે, તમારે એક સમયે 10-15  હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે, તે પછી તમે દર મહિને 2થી 3 લાખ રૂપિયા કમાઈ શકો છો.

ચોકલેટ, ચિકી, ખાખરા અને નાસ્તા બનાવીને દેશભરમાં માર્કેટિંગ

જણાવી દઈએ કે ભારતના મોટાભાગના રાજ્યોમાં સરગવાની ખેતી થાય છે. તેમાં ઘણા પ્રકારના મલ્ટિ-વિટામિન, પ્રોટીન, એમિનો એસિડ્સ હોય છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં આરોગ્ય પૂરકના રૂપમાં તેની માંગમાં વધારો થયો છે. ઘણા સ્ટાર્ટઅપ સરગવાની ખેતીમાં મૂલ્યવર્ધન સાથે સંકળાયેલા છે. મહારાષ્ટ્રનો રહેવાસી પ્રમોદ પાનસરે પણ આ જ ધંધો કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી સરગવાના પાંદડા અને હળદરની મદદથી તે ચોકલેટ, ચિકી, ખાખરા અને નાસ્તા બનાવીને દેશભરમાં માર્કેટિંગ કરે છે. હાલમાં તે દર મહિને ત્રણ લાખ રૂપિયાનો ધંધો કરે છે.

પ્રમોદે આ ધંધામાં 15 લાખ રૂપિયાનું રોકાણ

 એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રમોદે આ ધંધામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને ઓફિસ ખોલી. ત્યારબાદ ફૂડ લાઇસેંસ સહિ‌ત જરૂરી દસ્તાવેજો એકઠા કરી વ્યવસાય શરૂ કર્યો. પ્રમોદ અનુસાર હેલ્ધી ફૂડ સપ્લિમેન્ટ્સ પર ફોકસ કરવાનું શરૂ કર્યું. જેનાથી ધંધાનો વ્યાપ વધારવામાં અમને ખૂબ મદદ મળી અને ઉત્પાદનોની માંગ વધી છે.

માર્કેટિંગ કેવી રીતે કરવું તે શીખો?

પ્રમોદના કહેવા પ્રમાણે શરૂઆતમાં તે સ્ટોલ લગાવીને તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરતો હતો. પછીથી, જ્યારે તે ઉત્પાદનની માંગ વધવાનું શરૂ થયું, ત્યારે રિટેલર્સ અને મોટા જથ્થાબંધ ડીલરોનો સંપર્ક કરીને માર્કેટિંગ શરૂ કર્યું. સાથે જ પ્રમોશન માટે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!