GSTV

વધતી મોંઘવારી વચ્ચે ઓછા રોકાણથી શરૂ કરો આ શાનદાર બિઝનેસ: દર મહિને થશે તગડી આવક, સરકાર પણ કરશે મદદ

બિઝનેસ

Last Updated on October 26, 2021 by Bansari

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. આ દરમિયાન સામાન્ય માણસને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. ખાવા-પીવાની વસ્તુઓ ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં લોકો ડુંગળીના ભાવ સામાન્ય માણસને રડાવી રહ્યા છે. આ સમયે ડુંગળીનો ભાવ 50-60 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં ડુંગળીની વધતી કિંમતો વચ્ચે ડુંગળીની પેસ્ટની માંગ વધી છે.

બજારની માંગને કારણે, ડુંગળીની પેસ્ટ (Onion paste business) બનાવવાનો બિઝનેસ આઈડિયા તમારા માટે વધુ સારો સાબિત થઈ શકે છે. સરળ ટેક્નોલોજીને કારણે, કોઈપણ વ્યક્તિ તેનું યુનિટ સેટ કરી શકે છે અને સારી કમાણી કરી શકે છે.

બિઝનેસ

જાણો કેટલો ખર્ચ થશે?

ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ ડુંગળીની પેસ્ટ બનાવવાના બિઝનેસ પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ હિસાબે આ બિઝનેસ 4.19 લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે પૈસા નથી, તો તમે સરકારની મુદ્રા સ્કીમમાંથી લોન લઈ શકો છો.

KVICના રિપોર્ટ અનુસાર, ડુંગળીની પેસ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવાનો કુલ ખર્ચ 4,19,000 રૂપિયા છે. આમાં, બિલ્ડિંગ શેડના બનાવવા માટે રૂ. 1 લાખ અને ઇક્વિપમેન્ટ (ફ્રાઈંગ પેન, ઓટોક્લેવ સ્ટીમ કૂકર, ડીઝલ ભઠ્ઠી, સ્ટરિલાઈઝેશન ટાંકી, નાના વાસણો, મગ, કપ વગેરે) પર રૂ. 1.75 લાખનો ખર્ચ થશે. આ ઉપરાંત બિઝનેસ ચલાવવા માટે રૂ. 2.75ની જરૂર પડશે.આ યુનિટ દ્વારા એક વર્ષમાં લગભગ 193 ક્વિન્ટલ ડુંગળીની પેસ્ટનું ઉત્પાદન કરી શકાય છે. 3,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર તેની કિંમત 5.79 લાખ રૂપિયા થશે.

બિઝનેસ

આ રીતે માર્કેટિંગ કરો

ડુંગળીની પેસ્ટ તૈયાર થયા પછી તેને વધુ સારી રીતે પેક કરો. આજકાલ પ્રોડક્ટ ડિઝાઇનર પેકિંગ પર વેચાય છે. તમે તેના વેચાણ માટે માર્કેટિંગની મદદ લઈ શકો છો. આ માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય જો તમારી પાસે બજેટ હોય તો તમે કંપનીની વેબસાઈટ બનાવીને તમારી પ્રોડક્ટનો પ્રચાર કરી શકો છો.

જાણો તમે કેટલી કમાશો?

રિપોર્ટ અનુસાર, જો તમે પૂરી ક્ષમતા સાથે ડુંગળીની પેસ્ટનું ઉત્પાદન કરો છો, તો તમે એક વર્ષમાં 7.50 લાખ રૂપિયાનું વેચાણ કરી શકો છો. જો આમાંથી તમામ ખર્ચને બાદ કરવામાં આવે તો કુલ સરપ્લસ 1.75 લાખ રૂપિયા થશે. તે જ સમયે, અંદાજિત ચોખ્ખો નફો 1.48 લાખ રૂપિયા હોઈ શકે છે.

Read Also

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!