GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ બિઝનેસ કરવાનું વિચારી રહેલા લોકો માટે મહત્વના સમાચાર, ઘર બેઠા કરી શકો છો સારી કમાણી

https://www.youtube.com/watch?v=

Last Updated on February 18, 2021 by Sejal Vibhani

અનેક લોકો એવા છે જે ઓછા રોકાણ સાથે પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે. જો તમે પણ ઓછું રોકાણ કરી સારા બિઝનેસનો ઓપ્શન શોધી રહ્યા હોય તો તમારા માટે સ્ટેમ્પ પેપર વેંડર બનાવવો એક સારો ઓપ્શન થઈ શકે છે. તમે પણ સરળતાથી સ્ટેમ્પ પેપર વિક્રેતા બની શકો છો. અને સ્ટેમ્પની આવશ્યકતા લોકોને પડતી જ રહે છે. તો તમારા માટે ગ્રાહકોની પણ કમી નહીં હોય. જો તમને લાગતું હોય કે, તમે આ બિઝનેસ કરી શકો છો તો તમે લાયસન્સ મેળવી અધિકારીક વેંડર બની શકો છો.

સ્ટેમ્પ પેપર વિક્રેતા બનવા માટે તમારે રાજ્ય સરકારના રજિસ્ટર્ડ અને મુદ્રાંક વિભાગથી લાયસન્સ લેવું પડશે. બાદમાં તમે સ્ટેમ્પ પેપર વેચવા માટે રજિસ્ટર થઈ જશો. ત્યારબાદ તમે એક સીમીત રૂપિયા સુધી સ્ટેમ્પ પેપર વેચી શકો છો. અનેક કમ્પ્યુટર્સ ઓપરેટર્સ આ કામ કરી રહ્યા છે. અને તેની સાથે જ તે આધાર, પેન, સરકારી યોજનાઓ સંબંધિત કામ કરી સારી એવી કમાણી કરે છે. એવામાં તમે પણ વેંડરનું લાયસન્સ લઈ શકો છો અને તેની સાથે અન્ય કામ પણ સાથે કરી શકો છો. અને પૈસા કમાઈ શકો છો.

કેવી રીતે મળે છે લાયસન્સ ?

આમ તો અનેક રાજ્યોના વેંડર માટે અપ્લાઈ કરવાની પ્રોસેસ ઓનલાઈન માધ્યાનમ દ્વારા કરવામાં આવે છે. એવામાં જે રાજ્યોમાં ઓનલાઈન સુવિધા છે ત્યાં તમે ઓનલાઈન માધ્યમથી ઈ-સ્ટેમ્પ વેંડર માટે અપ્લાય કરી શકો છો. હકીકતમાં હવે ઈ-સ્ટેમ્પ વધુ માનવામાં આવે છે અને પહેલા જેવા સ્ટેમ્પ પેપર હવે મળતા નથી. એવામાં તમે ઈ-સ્ટેમ્પ પેપર પ્રિંટ કરવાનો વ્યાપાર કરી શકો છો. એટલા માટે સરકાર તમને લાયસન્સ પણ આપે છે.  

ઓનલાઈન કેવી રીતે કરશો એપ્લાય ?

જો તમે ઓનલાઈન માધ્યમથી તેના માટે અપ્લાય કરવા માગતા હોય તો તમારી પાસે CSC ID હોવું જોઈએ. CSC ID મેળવ્યા બાદ તમારે CIC પ્લેટફોર્મ પર ઈ-સ્ટેમ્પિંગના ઓપ્શન પર જઈ અરજી કરી શકો છો. ત્યાર બાદ તમારે તમારા શહેરના રાજસ્વ વિભાગના ઓફિસમાં સંપર્ક કરવો પડશે. પછી તમને લાયસન્સ મળશે. અનેક શહેરોમાં ઓફલાઈન પણ એપ્લાય કરવું પડે છે. તેના માટે તમારે રાજસ્વ વિભાગમાંથી ફોર્મ લઈ જમા કરાવવાના હોય છે. લાયસન્સ મળ્યા બાદ તમે તેની તેહસીલમાં જઈને દુકાન ખોલી શકો છો.

ઈ-સ્ટેમ્પ વેંડર બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

જો તમે E Stamp Vendor બનાવવા માગતા હોય તો તાના માટે તમારે અમૂક ડોક્યૂમેન્ટ્સ સરકારને જમા કરાવવાના રહેશે. આ ડોક્યૂમેન્ટ્સમાં આધાર કાર્ડ, પેન કાર્ડ, CSC ID, E-MAIL ID, મોબાઈલ નંબર, એજ્યુકેશન સર્ટિફિકેટ, કમ્પ્યુટર સર્ટિફિકેટ દસ્તાવેજનો સમાવેશ થાય છે.

કેવી રીતે થાય છે નફો ?

હકિકતમાં દરેક સ્ટેમ્પના વેચાણના આધારે કમિશન મળે છે. પહેલા એક સ્ટેમ્પ પર વેંડર એકસ્ટ્રા પૈસા લે છે, જે બાદ તમે E-STAMPની વ્યવસ્થા શરૂ કરી શકો છો. હવે ઈ-સ્ટેમ્પના વેચાણથી તમે સારી એવી કમાણી કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

સસ્તા ઘર ખરીદવાની તક! પીએનબી 15 જૂને વેચી રહી છે 12865 મકાનો અને ખેતીની જમીન, ચેક કરો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!