સામાન્ય લોકો પર દવાનો ખર્ચ કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના શરૂ કરી હતી. સરકારનો ઉદ્દેશ તેના દ્વારા દૂર રહેતા લોકો સુધી સસ્તી દવા પહોંચાડવાનું છે. જનઔષધિ કેન્દ્રો પર જેનરિક દવાઓ 90 % સસ્તી મળે છે. ભારત સરકારનો લક્ષ્ય છે કે માર્ચ 2025 સુધી જન ઔષધિ કેન્દ્રની સંખ્યા વધારીને 10,500 કરવામાં આવે. એવામાં તમે જન ઔષધિ કેન્દ્રો ખોલીને કમાણી કરી શકો છો.

નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ 734 જિલ્લા આ યોજનામાં કવર કરવામાં આવ્યા છે. જન ઔષધિ કેન્દ્ર પર વેંચવામાં આવતી દવાની સંખ્યા વધારીને 1,449 કરી દીધી છે. હવે જન ઔષધિ યોજનાના હેઠળ આપવામાં આવતી સર્જિકલ સંખ્યાને વધારી 204 કરી દીધી છે.
જન ઔષધિ કેન્દ્ર કેવી રીતે ખુલશે ?
જેનરિક મેડિકલ સ્ટોર શરૂ કરવામાં 2.50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને આ રીતે પૂરો ખર્ચ સરકાર ઉપાડે છે. સરકારે જેનરિક મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે ત્રણ પ્રકારની કેટેગરી બનાવવામાં આવી છે. પ્રથમ કેટેગરીમાં કોઈ પણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ ડોક્ટર અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશન સ્ટોર શરૂ કરી શકો છો. બીજી કેટેગરી હેઠળ ટ્રસ્ટ, NGO, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી સેલ્ફ હેલ્થ ગૃપને અવસર મળશે. ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકાર તરફથી નોમિનેટ કરવામાં આવતી એજન્સિઓ હશે.
Re-strengthening economy through reforms: Making quality medicines available at affordable prices for all. pic.twitter.com/g3BhThxSbH
— Ministry of Finance (@FinMinIndia) January 24, 2021
જરૂરી વિગતો
- તેના માટે 120 સ્ક્વેર ફીટ એરિયામાં દુકાન હોવી જરૂરી છે. સ્ટોર શરૂ કરવા માટે સરકાર તરફથી 1400 દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- જન ઔષધિ કેન્દ્ર પરથી દવાની વહેચણી પર 20 % સુધીનો નફો મળે છે.
- આ ઉપરાંત દર મહિને થતા વેચાણ પર 15 %નો ઈન્સેન્ટિવ મળશે. જો કે ઈન્સેન્ટિવની મહત્તમ મર્યાદા 10,000 રૂપિયા મહિને નક્કી કરાઈ છે.
- અહિં ઈન્સેન્ટિવ ત્યાં સુધી મળશે જ્યાં સુધી 2.5 રૂપિયા પુરા ન થઈ જાય.
- ત્યાં નક્સલ પ્રભાવિત અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઈન્સેન્ટિવની મહત્તમ મર્યાદા 15 હજાર રૂપિયા પ્રતિ માસ સુધી છે.
જન ઔષધિ કેન્દ્ર માટે રિટેલ ડ્રગ સેલ્સનું લાઈસન્સ જન ઔષધિ કેન્દ્રના નામે લેવું પડે છે. એના માટેનું ફોર્મ http://janaushadhi.gov.in/online_registration.aspx પરથી ડાઉનલોડ કરી શકો છો. જો તમે મહિનામાં 1 લાખ રૂપિયાનું પણ વેચાણ કર્યું તો એ મહિનામાં તમને 30 હજાર રૂપિયાની કમાણી થશે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય