GSTV

કામના સમાચાર/ દિવસના 4 થી 5 કલાકનો સમય આપી ઘરેથી શરૂ કરો આ બિઝનેસ, થશે ડબલ કમાણી

બિઝનેસ

લોકડાઉન બાદ જ્યારે અનેક લોકોની નોકરીઓ જતી રહી છે. કંપનીએ પોતાના કર્મચારીઓના પગારમાં કપાત કરી છે. એવામાં ઘરના ખર્ચ અને ચીજો એડજસ્ટ કરવામાં અનેક લોકોને ઘણી તકલીફો આવી રહી છે. આજે અમે તમને એક એવા બિઝનેસ અંગે જણાવી રહ્યા છીએ જેને તમે ઘરે બેઠા શરૂ કરી શકો છો. જો તમે કોઈ કામ કરો છો તો થોડો સમય કાઢીને તમે તમારી આવક ડબલ કરી શકો છો. સારી વાત એ છે કે, તમે જેટલું રોકાણ કરશો નફો તેની તુલનામાં ડબલ થશે. અમે વાત કરી રહ્યા છીએ ઈનડોર પ્લાન્ટ્સના બિઝનેસની. તેના માટે જો તમે તમારા કામકાજ ઉપરાંત દિવસમાં માત્ર ત્રણ-ચાર કલાક પણ આપો છો તો તમે સારી એવી કમાણી કરી શકો છો.

1 હજાર રૂપિયાથી શરૂ કરી શકો છો આ બિઝનેસ

હોમ ક્રિએટિવીટી ડેકોરેશનના નામે ઈનડોર પ્લાન્ટ્સનો બિઝનેસ કરી રહેલી ચેતના પાટિલે પોતાના જિમ સાથે સાઈડ વર્ક તરીકે આ બિઝનેસ શરૂ કર્યો. તે કહે છે કે, તેમને માત્ર એક હજાર રૂપિયાથી આ બિઝનેસ શરૂ કર્યો. આ એક એવું કામ છે જેને તમે દિવસના 4 થી 5 કલાક આપીને પણ સારી એવી કમાણી કરી શકો છો. તેણીએ જણાવ્યું કે, તે પ્લાન્ટ વીથ કન્ટેનર વેચે છે. પ્લાસ્ટિકના કન્ટેનર જ્. 20 રૂપિયામાં મળે છે ત્યારે સિરામિક માટે 50 રૂપિયા સુધીમાં મળે છે. માત્ર આટલી જ રકમ પ્લાન્ટ માટી અને તેને તૈયાર કરવામાં લાગે છે. તે કન્ટેનરને થોડું ડેકોરેટ પણ કરે છે. જેનાથી તે વધુ આકર્ષક દેખાય છે. ચેતના અનુસાર, એક ઈનડોર પ્લાન્ટ તૈયાર કરવામાં 100 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ માર્કેટમાં ડબલ કિંમતે પણ સરળતાથી વેચી શકાય છે.

આ પ્લાન્ટનો કરો ઉપયોગ

એક ગૃહિણી પણ થોડો સમય કાઢીને આ બિઝનેસ ઘર બેઠા કરી શકે છે. તે કહે છે કે, ઈનડોર પ્લાન્ટ્સમાં પ્લામટ્રી, સ્પાઈડર, ડ્રેગન, જેડ પ્લાન્ટ, મની પ્લાન્ટ, ફૈરના પ્લાન્ટ્સ વધુ ચલણમાં છે. જેને 2 થી 3 દિવસ તમારે ઘરમાં  જ જોવું જોઈએ કે તેની વૃદ્ધિ થઈ રહી છે કે નહીં, કે પછી તે ખરાબ તો નથી થઈ રહ્યું. એક વખત આ જોયા બાદ તમે તેને વેચી શકો છો.

આ રીતે માર્કેટમાં વેચો

આ પ્લાન્ટ્સને વેચવા માટે વધુ પરેશાની થતી નથી. કારણ કે આ પ્લાન્ટ્સની વધુ દેખરેખ પણ કરવી પડતી નથી. તે અનુસાર, તેને વેચવા માટે સૌથી સારી રીત તમારી આસપાસના લોકોની છે. શરૂઆતમાં તમારે થોડી મહેનત કરી લોકોને જાણ કરવાની રહેશે કે તમે આ કામ શરૂ કર્યું છે. ત્યાર બાદ જે ઘરમાં પ્લાન્ટ્સ રાખે છે તેમને ત્યાં આવતા લોકો જાતે જ પૂછશે કે તે ક્યાંથી ખરીદ્યા ?

READ ALSO

Related posts

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ

pratik shah

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!