GSTV
India News ટોપ સ્ટોરી

દુર્ઘટના/ જમ્મુ કાશ્મીરમાં અવંતીપોર પાસે માર્ગ અકસ્માતમાં રોડ ઉપર બસ પલટી, 4 લોકો મોતને ભેટયા, 28થી વધુ ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં આજે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. અનિયંત્રિત બસ રોડ પર પલટી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બિહારના ચાર લોકોના મોત થઈ ગયા છે અને 28 લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માત દક્ષિણ કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર ગોરીપોરા-અવંતીપોર પાસે થયો હતો. પ્રાપ્ત માહિતી પ્રામાણે આજે સવારે એક બસ જમ્મુથી શ્રીનગર તરફ આવી રહી હતી. રસ્તામાં અવંતીપોરના ગોરીપોરામાં એક પુલ પાસે બસે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને તે રોડ પર પલટી ગઈ હતી. બસ પલટી જતાં હોબાળો મચી ગયો હતો.

અકસ્માતની જાણ થતાં જ ત્યાં હાજર લોકોએ રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. તેઓએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. તેમાંથી ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

4 મુસાફરોના મોત થયા

હોસ્પિટલના ડોક્ટર્સે ચાર મુસાફરોને મૃત જાહેર કર્યા હતા. તેમની ઓળખ પશ્ચિમ ચંપારણના રહેવાસી નસીરુદ્દીન અંસારના પુત્ર ઈસ્લામ અંસારી, રાજ કરણ દાસ, બિહારના ખાટિયા પીચિયાના રહેવાસી પુત્ર શિવુ દાસ અને બિહારના તેલટાના રહેવાસી સલીમ અલી, પુત્ર મોહમ્મદ અલ્લાદીન તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, 28 મુસાફરો ઘાયલ થયા છે અને તેમાંથી 23ને સારવાર માટે અહીંની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ

Kaushal Pancholi

ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી

pratikshah

મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયા બાદ કરશે સ્થળોનું નિરીક્ષણ

Kaushal Pancholi
GSTV