સુરતના સરથાણા શ્યામધામ મંદિર ચાર રસ્તા પાસે આજે સવારે રસ્તા વચ્ચે પેસેન્જર ઉતારનાર લકઝરી બસના ચાલકને અટકાવનાર મહિલા ટીઆરબીને ચાલકે બિભત્સ ઈશારા કરતા સરથાણા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.સુરત શહેર ટ્રાફિક પોલીસના મહિલા ટીઆરબી 23 વર્ષીય કિરણ ગીગુભાઇ ભાલીયા સરથાણા શ્યામધામ મંદિર ચાર રસ્તા પોઇન્ટ ઉપર ફરજ બજાવે છે. આજે સવારે 8.30 વાગ્યે તેઓ અન્ય ટીઆરબી નિશાબેન, મનીષ ભરવાડ સાથે વાહન નિયમન કરતા હતા ત્યારે કામરેજથી આવેલી લકઝરી બસ ( નં.જીજે-01-સીયુ-8424 ) નો ચાલક ઉપર પેસેન્જર ઉતારતો હોય ટ્રાફિક જામ થયો હતો.

બસ ચાલકે ધક્કો મારી ગાળાગાળી કરી ધમકી આપી, ચાલ્યા જાવ નહીં તો જાનથી મારી નાખીશ
આથી કિરણે તેની પાસે જઈ બસ સાઈડમાં ઉભી રાખી પેસેન્જર ઉતારવા કહેતા ચાલકે ગાળાગાળી કરી તું તારું કામ કર તેમ કહ્યું હતું અને બસનો ટર્ન લઈ સામેની સાઈડ કામરેજ જતા રોડ ઉપર ઉભી રાખી કિરણને એકીટશે જોવા માંડયો હતો અને હાથથી બિભત્સ ઈશારા કર્યા હતા.
કિરણ નિશાબેન અને મનીષ સાથે તેની પાસે પહોંચી શું કરે છે પૂછતાં ચાલકે બસમાંથી ઉતરી કિરણને ધક્કો મારી ગાળાગાળી કરી ધમકી આપી હતી કે ચાલ્યા જાવ નહીં તો જાનથી મારી નાખીશ. પરિણામે ત્યાં ટોળું એકત્ર થઈ ગયું હતું. કિરણે સુપરવાઈઝર સાજન ભરવાડને બોલાવતા તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આથી સરથાણા પોલીસની પીસીઆર વાન ત્યાં આવી હતી અને પોલીસ સ્ટેશને લઈ જઈ કિરણની ફરિયાદના આધારે ચાલક દિદાર રજુશા ગુણેજા ( રહે. બ્લોક નં.2, સિલ્વર બેકરીની બાજુમાં, ડેરી વિસ્તાર, રાજકોટ ) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Read Also
- વેક્સિન/ મોદી સરકારનો રાજ્ય સરકારોને આદેશ, અફવાઓ ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરો, એક પણને છોડશો નહીં
- અંધશ્રદ્ધા/ કલયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી દિકરીઓ જીવતી થશે, ઉચ્ચ શિક્ષિત માતા-પિતાએ પુત્રીઓને પતાવી દીધી
- પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’
- ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે
- ઈણાજમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ત્રિરંગાને આન, બાન અને શાન સાથે આપી સલામી